આમ તો દરેક રાગ નો પોતાનો એક મિજાજ, મસ્તી, કૈફ હોય છે. શિવરંજની રાગ એ પ્રેમની ઉત્કટતા, તીવ્ર સંવેદનશીલતા, વિષાદ, દર્દભર્યા ભાવો ને બખૂબી રજૂ કરતો રાગ છે. હિન્દી ફિલ્મી સંગીતમાં રાગ શિવરંજની નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે.
શંકર-જયકીશન દ્વારા સ્વરબદ્ધ કરાયેલું, ફિલ્મ સંગમ નું અવિસ્મરણીય ગીત ઓ મેરે સનમ, ઓ મેરે સનમ શિવરંજની પર આધારિત છે. મેરા નામ જોકર ફિલ્મ નું જાને કહાં ગયે વો દિન પણ શિવરંજની પર છે, અને આ સંગીતકારે જ સ્વરબદ્ધ કરેલું છે.
માત્ર, એવું જ નથી કે દર્દીલા ગીતો જ શિવરંજની રાગ થી સર્જાયેલા છે. ફિલ્મ સુરજ નું ચિરસ્મરણીય ગીત, જે હજુય પ્રેમીઓ એકબીજાને શેર કરતા ખચકાટ અનુભવતા નથી એવું રફી સાહેબ ના કંઠે ગવાયેલું, બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ શિવરંજની આધારિત છે. અન્ય એક ગીત જે મને સદૈવ હ્રદયસ્થ રહ્યું છે. ફિલ્મ ‘તુમ્હારે લિયે’ નું તુમ્હેં દેખતી હું તો લગતા હૈ ઐસે, કી જૈસે યુગોં સે તુમ્હેં જાનતી હું શિવરંજની આધારિત છે.
મિત્રો, સંબંધો હંમેશા હૃદયથી બંધાય તો વસંતઋતુ માફક હર્યાભર્યા ખીલી ઉઠે છે. એવા આત્મિક સંબંધોના પોતાના આગવા કારણો હોય છે. જેને પોતાની બુદ્ધિ થી (પ્રેક્ટિકલી) કે તર્કથી સમજી શકાતા નથી. રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ મહેબૂબા નું રાગ શિવરંજની આધારિત એક ગીત આવાજ ભાવ રજૂ કરે છે. મેરે નૈના સાવન ભાદો, ફિરભી મેરા મન પ્યાસા હજુય હ્રદયસ્થ છે.
ક્યારેક કોઈ અડી જાય છે, ત્યારે જીવનભરના તથ્યો જડી જાય છે…
કવિ મિત્ર પ્રણવ પંડ્યાની એક પંક્તિ યાદ આવી ગઈ…
પ્રેમની અભિવ્યક્તિ એ ભભૂતિને પુનઃ આહુતિમાં ફેરવવા જેવું છે !
તો આવા જ સંદર્ભે કવિ નર્મદ કઇંક અલગ વિધાન કરે છે….
સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર !
રાગ શિવરંજની ને યાદ કરતા તો આવી કઇંક પંક્તિઓ નો વરસાદ થઈ જાય છે. રહી વાત રાગ શિવરંજની આધારિત કૃતિઓ ની તો ઉપર જણાવ્યા મુજબ અને એવાજ કઇંક અન્ય અવિસ્મરણીય ગીતો આ મુજબ છે.
(૧) ફિલ્મ બીસ સાલ બાદ નું કહીં દીપ જલે કહીં દિલ,
(૨) ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું ખબર મોરી ના, નાલીની બહોત દિન બીતે.
(૩) ફિલ્મ બ્રહ્મચારીનું ગીત દિલ કે ઝરોંખેમેં તુઝકો બીઠાકર
(૪) ફિલ્મ પ્રોફેસર નું ગીત આવાઝ દેકે, હમેં તુમ બુલાઓ,
તદુપરાંત ગુજરાતી કૃતિઓમાં પણ શિવરંજની રાગ નો ઉપયોગ કરવા માં આવ્યો છે.
મારી આંખે કંકુના સુરજ આથમ્યા
માને પિયુ તો માંડું એક ગોઠડી
ધારોકે આયખું હોય સરવાળો ને વીતેલા વર્ષ બાદબાકી
ઉપરોક્ત બન્ને ગીત મોહન બલસારા દ્વારા રાગ શિવરંજની આધારિત સ્વરબદ્ધ કરવામાં આવ્યા છે. તેમજ વેણીભાઈ પુરોહિત ની રચના મેઘને કહો હવે ના વરશે પણ શિવરંજની રાગ આધારિત જ છે.
અંતમાં…..
જનાબ ગાલિબની એક રચના, જે જગજીત દ્વારા ગવાયેલી અને ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલ માં સમાવાયેલ ગઝલ રાગ શિવરંજની ની અદ્ભૂત રચના છે.
વો ફિરાક ઓર વો વિસાલ કહાં, વો શબ-ઓ-રોઝ-ઓ-માહ-ઓ-સાલ કહાઁ.
આરોહ: સા રે ગ (કોમળ)
પ ધ સા
અવરોહ: સા ધ પ ગ (કોમળ)
રે સા
વાદી: પ સંવાદી: સ
સમય: મધ્યરાત્રી
જાતિ: ઓડવઃ
ચાલો દોસ્તો…..આજે
એક ગીત રાગ શિવરંજની તલે…..સાંભળો….
~~~~~~
फिल्मः तुम्हारे लिए (1978)
गायक/गायिकाः लता मंगेशकर
संगीतकारः जयदेव
गीतकारः नक्श लायलपुरी
कलाकारः विद्या सिन्हा, संजीव कुमार
तुम्हें देखती हूँ तो लगता है ऐसे
के जैसे युगों से तुम्हे जानती हूँ
अगर तुम हो सागर …
अगत तुम हो सागर, मैं प्यासी नदी हूँ
अगर तुम हो सावन, मैं जलती कली हूँ
पिया तुम हो सावन
मुझे मेरी नींदें, मेरा चैन दे दो
मुझे मेरी सपनों की इक रैन दे दो ना
यही बात कहनी
यही बात पहले भी तुमसे कही थी
वही बात फिर आज दोहरा रही हूं
तुम्हें छू के पल में बने धूल चंदन -2
तुम्हारी महक से महकने लगे तन
मेरे पास आओ
मेरे पास आओ, गले से लगाओ
पिया और तुमसे मैं क्या चाहती हूं
मुरलिया समझ के मुझे तुम उठा लो
बस इक बार होंठों से अपने लगा लो ना
कोई सुर तो जागे
कोई सुर तो जागे मेरी धड़कनों में
कि मैं अपनी सरगम से रूठी हुई हूं
तुम्हें देखती हूँ तो लगता है ऐसे
के जैसे युगों से तुम्हे जानती हूँ ।।
આર્ટિકલ By :
મૌલિક સી. જોશી.