તેલાંગણા સરકારની વેબસાઇટ પરથી આધાર ડેટા લીક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આંધ્રપ્રદેશમાંથી છુટુ પડેલુ રાજ્ય તેલાંગણાના રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી આધાર કાર્ડનો ડેટા લીક થયો છે. એક યુવકે વેબસાઇટ પરથી હજારો લોકોનો ડેટા લઇ લીધો હતો. આટલેથી વાત ના અટકતા યુવકે આ ડેટા દ્વારા કેટલાક સિમકાર્ડ પણ એક્ટિવ કરાવી લીધા છે. પોલીસે આરોપીને દબોચી લીધો છે.

આખી બાબત ત્યારે સામે આવી જ્યારે એક વ્યક્તિએ ફરિયાદ કરી કે, તેના આધારકાર્ડનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે. તે વ્યક્તિના આધારકાર્ડથી એક બનાવટી સિમકાર્ડ એક્ટિવ કરી લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે આખા તેલાંગણાના લોકોના આધારલીકનો પર્દાફાશ થયો હતો.

તપાસમાં બહાર આવ્યુ કે, બી.એસ.સી ડ્રોપ આઉટ સંતાષ કુમાર નામના વ્યક્તિએ  આ વેબસાઇટમાંથી ડેટા ચોર્યો હતો. સંતોષ કુમારે યુટ્યુબ પરથી વિડીયો જોઇને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સંતોષ કુમારે ટોટલ 3 હજારથી વધારે સીમકાર્ડને એક્ટિવ કર્યા હતા. જેના લીધે હજારો લોકોનો ડેટા ખોટા કામમાં ઉપયોગ થઇ રહ્યો હોવાની શંકા છે.

Share This Article