પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જાંબુઘોડામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ધોધમાર વરસાદને કારણે નદી અને નાળામાં પૂરની સ્થિતિ છે. તો જાંબુઘોડામાંથી પસાર થતી સુખી નદી બે કાંઠે વહેતી થઇ છે. જાંબુઘોડા બોડેલી માર્ગ પર આવેલા પુલ પર ગાબડુ પડ્યું છે. વરસાદી પાણી ફરી વળતા જૂના પુલ પરનો માર્ગ ધોવાયો છે. પુલ પર ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી, 24 જિલ્લામાં છવાઈ જશે ધૂળની ચાદર
અમદાવાદ : હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમી અને...
Read more