યુવાનોને તેમની કારકિર્દીની સંભાવનાઓ અંગે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે, નેટવર્ક PDEU એ કરિયર ફેસ્ટ નામની બે દિવસીય મેગા ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ પોતાની રીતે જ એવા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે એક લાભદાયી પ્લેટફોર્મ હતું કે જેઓ ખરેખરમાં જિજ્ઞાસુ હતા અને તેમના ભવિષ્યમાં પરિવર્તન લાવવાની ઇચ્છા ધરાવતા હતા. કરિયર ફેસ્ટનો ઉદ્દેશ્ય ઘણા વિદ્યાર્થીઓને જાણકારી આપવાનો હતો જેને નિષ્ણાંત ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદોના માર્ગદર્શન હેઠળ યોગ્ય રીતે પરિપૂર્ણ કરાયો હતો.
નેટવર્ક PDEUના સ્થાપક અને પ્રમુખ પ્રિયમ શેઠે જણાવ્યું હતું કે, “ કરિયર ફેસ્ટ એ તમામ ઉત્સાહી, મહત્વાકાંક્ષી અને કારકિર્દી કેન્દ્રિત યુવાનો માટે હતો જેઓ તકો ઝડપી લેવામાં અને સાહસિક બોલ્ડ નિર્ણય લેવામાં વિશ્વાસ ધરાવે છે. હું માનું છું કે જેમની પાસે મજબૂત કલ્પના છે તેમની પાસે હિંમતનું પોતાનું સ્વરૂપ છે અને જો તેઓ કોઈપણ સ્વરૂપમાં યુનિક આઇડિયા ધરાવે છે, તો તેઓ કંઈક મોટું અને સાહસિક કરવા માટે મક્કમ છે, અને અલબત્ત, તકો તેમની નજીકમાં હશે, શંકાના પડછાયાથી દૂર.”
કેરિયર ફેસ્ટને સંબોધિત કરતી વખતે, પેટીએમ મનીના સીઈઓ શ્રી વરુણ શ્રીધરે જણાવ્યું હતું કે, “20 વર્ષની ઉંમરે, વ્યક્તિએ ન માત્ર જોખમ લેવામાં અચકાવું જોઈએ નહીં, ઉપરાંત વિવિધ સ્કીલ પણ શીખવી જોઈએ અને તેઓએ તેમના જુસ્સા અને રસ પ્રમાણે કારકિર્દી પસંદ કરવાની ખાતરી કરવી જોઇએ. આપણે જીવનમાં નક્કર નિર્ણયો લેવામાં પીછેહઠ કરવી ન જોઈએ.”
વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ વિશે પ્રોત્સાહિત કરતી વખતે, ડૉ. સાવન ગોડિયાવાલાએ કહ્યું, “શિસ્તબદ્ધ રહેવું, સંગઠિત રહેવું અને હંમેશા માત્ર એક જ યોજના રાખવી મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે તમારું સર્વશ્રેષ્ઠ આપી શકો અને તે ધ્યેય હાંસલ કરવા માટે તમારી બધી શક્તિઓનું યોગદાન આપી શકો. કટોકટીનો લાભ લો કારણ કે તે છૂપાયેલી તકો છે.
સારા કાર્યો અને માનવતાવાદી અભિગમના મૂલ્યો કેળવતા ONGC ફાઉન્ડેશનના શ્રી કિરણ ડીએમે જણાવ્યું હતું કે “ એક સફળ વ્યક્તિ બનીન તમે સમાજ અને તમામ સારા માટે યોગદાન આપી શકો છો. સમાજને પરત આપવાની ખાતરી કરતી વખતે વ્યક્તિએ તેમના સ્વપ્ન માટે તમામ પ્રયત્નો અને શક્તિ લગાવવી જોઈએ.
મોટાભાગે, કરિયર ફેસ્ટ કોઈએ શું કરવું જોઈએ તે વિશે નહોતું પરંતુ તેનાથી પણ વધારે તે કેવી રીતે કરવું, પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓ કે જેનાથી વ્યક્તિએ તેમની કારકિર્દીની પ્રગતિમાં સજ્જ હોવું જોઈએ તે વિશે હતું જેથી કરીને તેઓ લક્ષ્યો હાંસલ કરે અને સમગ્ર સમાજ વિકાસમાં યોગ્ય રીતે યોગદાન આપે તેની ખાતરી કરી શકાય. તે માત્ર વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની શક્યતાઓ વિશે પ્રોત્સાહિત કરવા માટે જ નહોતું, પરંતુ એક વધુ સારા વ્યાવસાયિક અને કાળજી લેનાર વધુ સારા માનવી બનાવવા માટે હતું!