અનેક ગંભીર સમસ્યાઓ સાથે કિડની ફેલ્યોર ધરાવતાં 52 વર્ષીય દર્દીની રાજકોટ ખાતે સફળ સારવાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટએ ડાયાબિટીસ,બ્લડ પ્રેશર, મોટાપા, હૃદયના અનિયમિત ધબકારા, રાઈટ હાર્ટ ફેલ્યોર અને ક્રોનિક કિડની રોગ સહિતની ઘણી ગંભીર તબીબી પરિસ્થિતિઓ ધરાવતી 52 વર્ષીય મહિલા દર્દીમાં કિડની ફેલ્યોરના જટિલ કેસની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ પડકારજનક કેસ અદ્યતન તબીબી સંભાળ અને નવીન સારવાર પૂરી પાડવા માટેની હોસ્પિટલની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ફેબ્રુઆરી 2024 માં, દર્દી આ ગંભીર લક્ષણો સાથે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. તેમને ઝાડા, પેશાબમાં ઘટાડો, પેટનો ફેલાવો અને પગમાં સોજા વગેરે સમસ્યાઓ હતી. દર્દીના હોસ્પિટલમાં દાખલ થયા પછી, તેમની સ્થિતિ ઘણી નાજુક હતી અને બ્લડ પ્રેશર પણ ઓછું (90-100/60-70) હતું જે ઘણી ચિંતાજનક બાબત કહી શકાય. વધુમાં તેમનું યુરિન ની માત્રા પણ ન્યૂનતમ હતું અને ક્રિએટિનાઇનનું સ્તર વધીને 3.8 થઈ ગયું હતું, જે છેલ્લા બે વર્ષથી ૨ ની પાસે રહેતું જેના કારણે તેમને હેમોડાયલિસિસની જરૂર હતી.

ડૉ. પ્રિતિશ શાહ (કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) ની આગેવાની હેઠળની ડોક્ટર્સની ટીમે વ્યાપક સારવાર શરૂ કરી. દર્દીને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી  અને તેમના બ્લડ પ્રેશરને સ્થિર કરવા માટે ડોપામાઇનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, જેના કારણે બ્લડ પ્રેસર 140/90 અને યુરિન ની માત્રા 1 લિટર થઇ. જો કે, પ્રારંભિક સુધારાઓ હોવા છતાં, તેમનું યુરિન આઉટપુટ ફરીથી ઘટ્યું, અને ક્રિએટિનાઇનનું સ્તર વધીને 3.6 થઈ ગયું, જેના કારણે હેમોડાયલિસિસનું નવેસરથી જોખમ ઊભું થયું.  ડૉ. પ્રિતિશ શાહ અને તેમની ટીમે દર્દીના બ્લડ પ્રેશરને 140-150 mmHg સુધી વધારવા માટે ટેબ્લેટ મિડોડ્રિન રજૂ કર્યું, જેનો હેતુ કિડનીના રક્ત પ્રવાહને વધારવા અને તેની સ્થિતિને વધુ ખરાબ કરતાં રાઈટ હાર્ટ ફેલ્યોરને સંબોધિત કરવાનો હતો. આ વ્યૂહાત્મક અભિગમ અસરકારક સાબિત થયો; ત્રણ દિવસમાં, દર્દીનું યુરિન ની માત્રા નોંધપાત્ર રીતે 1.5 લિટર થઈ ગયું, અને ક્રિએટિનાઇનનું સ્તર ઘટવા લાગ્યું.

આગામી ચાર મહિનામાં, દર્દીએ નોંધપાત્ર રિકવરીનો અનુભવ કર્યો. તેમને 25 કિલો વજન ઘટાડ્યું (105 કિલોથી 80 કિલો), અને તેમનું ક્રિએટિનાઇન સ્તર નોર્મલ થઈને 1.0 થઈ ગયું. પગમાં સોજો સંપૂર્ણ રીતે ઓછા થઇ ગયા અને હવે તેમને કોઈ પરિશ્રમ બાદ શ્વાસ લેવામાં પડતી તકલીફ પણ ઓછી થઈ ગઈ. ડૉ. પ્રિતિશ શાહ દર્દીની પ્રગતિની પ્રશંસા કરી અને કહ્યું, “આ પ્રકારના ક્રિટિકલ કેસની સારવાર કરવા માટે આધુનિક દવાઓ અને  જાગૃત દેખરેખ ખૂબ જરૂરી છે.”

Share This Article