કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણને કોણ ભુલી શકે છે. આજે પણ તેમની યાદ તાજી રહે છે. તેમની રચના તમામ લોકોને પ્રેરણા આપે છે. તેમના જન્મદિવસ આડે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે તેમને યાદ કરીને અમે શ્રદ્ધાંજલિ આપવા જઇ રહ્યા છીએ ૧૬મી ઓગષ્ટ ૧૯૦૪ના દિવસે મહાન કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ થયો હતો. ખુબ ઓછા લોકો આ બાબતથી વાકેફ છે કે સુભદ્રા કુમારીએ માત્ર ૧૫ વર્ષની વયમાં જ પ્રથમ કાવ્યરચના કરી નાંખી હતી.
કવિયત્રીએ ઓછુ લખ્યુ છે પરંતુ જે લખ્યુ છે કે ખુબ ઠોસ અને રચનાત્મક લખ્યુ છે. આવનાર પેઢીઓ તેમની રચનાને હમેંશા ગાશે અને તેમને યાદ કરીને પ્રેરણા લેશે. સુભદ્રા કુમારી સ્વતંત્રતા સૈનાનિયોના પરિવાર સાથે સંબંધિત હતી. રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય ભાગીદારીના કારણે તેમને જેલમાં જવાની ફરજ પડી હતી. તેઓ મધ્ય પ્રાંત અસેમ્બલીના કોંગ્રેસ સભ્ય તરીકે રહ્યા હતા. સાહિત્ય અને રાજનીતિમાં સક્રિય રહીને સુભદ્રાએ એક જાગૃત નારી રહીને દેશની સેવા કરતા રહ્યા હતા. ૧૫મી ફેબ્રુઆરી ૧૯૪૮ના દિવસે કાર દુર્ઘટનામાં તેમનુ એકાએક અવસાન થઇ ગયુ હતુ. તેમના પતિ લક્ષ્મણ સિંહ ચૌહાણ એક જાણીતા વકીલ તરીકે હતા.
રાષ્ટ્રીય આંદોલન દરમિયાન તેઓએ બુન્દેલખંડમાં પ્રચલિત લોક શેલીની ગાયિકી છંદમં ઝાંસી કી રાની જેવી રોમાંચક અને પ્રેરણાદાયી રચના કરી હતી. આ કવિતા એટલી બધી લોકપ્રિય થઇ હતી કે અંગ્રેજોએ તેની નકલ જપ્ત કરી લીધી હતી. ખ્યાત ટિકાકાર રામવિલાસ શર્માએ લખ્યુ છે કે હિન્દીમાં કદાચ જ કોઇ બીજી કવિતા આટલી લોકપ્રિય થઇ છે. શર્માએ લખ્યુ છે કે તેઓએ સ્વતંત્રતા આંદોલન દરમિયાન જોરદાર રીતે આગળ વધતા લોકોના હાથમાં આ કવિતાની નકલો જોઇ હતી. આ જ કવિતા ગાતા ગાતા સ્વતંત્રતા સેના આગળ વધતા હતા. તેમની ઝાંસી કી રાની, સ્વાગત ગીત, વીરો કા કૈસા હો સન્માન જેવી રચના કરી હતી. ઝાંસીની રાણીની સમાધી પર કવિતાઓ પણ ઉલ્લેખનીય કરવામાં આવી છે.
સહજતા અને સરળતા તેમની કવિતામાં જોઇ શકાય છે. જીવન સાથે સંબંધિત કવિતામાં પણ તેમની આ બાબત સ્પષ્ટપણે નજરે પડે છે. તેમની કવિતા ત્રિધારા, મુકુલ ટાઇટલ સાથે પ્રકાશિત કરવામાં આવી ચુકી છે. તેમની પટકથામાં સરળતા અનેસહેજતાની સાથે સાથે જીવનના ભાવુક ક્ષણોના માનવિય ચિત્રણ મળે છે. તેમને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બિખરે મોતી અને ઉન્માદિની તેમના ઉલ્લેખનીય કથા સંગ્રહ તરીકે છે. કેટલાક નિબંધ પણ લખ્યા છે. એ વખતે સમાજમાં રૂઢીવાદી વિચારધારા હતી છતાં જાતિ પ્રથાના બંધનને તોડીને પોતાની પુત્રીના લગ્ન પ્રેમચંદના પુત્ર સાથે કર્યા હતા. સ્વતંત્રતા પહેલાના ભારતમાં આંતરજાતિય લગ્ન એક ખુબ મોટુ અને સાહસી પગલુ હતુ. તેમની પ્રગતિશીલતાને એ સામાજિક સ્થિતીમાં પણ જોઇ શકાય છે.