વડોદરાઃ પોતાના પ્રિયજનની વિદાય વ્યક્તિના જીવનમાં વૈરાગ્ય ભાવ પેદા કરે છે અને તે પણ એવા સમયે કે જ્યારે તે જીવવના અંતિમ પડાવમાંથી પસાર થતાં હોય. આ સમયે વ્યક્તિને સૌથી વધારે જરૂર હોય છે સથવારાની, જે સમજાવી શકે કે તમારૂં જીવન અમારા માટે કેટલું મહ્તવતા ધરાવે છે. આવી જ કથા વસ્તુ સાથે પ્રશાંત સાળુંકે દ્વારા એક ગુજરાતી શોર્ટ ફિલ્મની રજૂ આત કરવામાં આવી છે, જેનું નામ છે શું જીવવું જરૂરી છે.?
આ શોર્ટ ફિલ્મને 3 સપ્ટેમ્બરના રોજ યુટ્યુબના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. સમાજના ખૂબ જ સંવેદનશીલ પાસાને રજૂ કરતી આ શોર્ટ ફિલ્મનું નિર્માણ, દિગ્દર્શન અને એડિટિંગ વડોદરાના જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા કરવામાં આવ્યું છે અને મુખ્ય પાત્ર પણ તેમના દ્વારા જ ભજવવામાં આવ્યું છે.
આ વિશે પ્રશાંત સાળુંકેએ જણાવ્યું કે શોર્ટ ફિલ્મ શું જીવવું જરૂરી છે? ની રજૂઆત કરી હું ખૂબ જ આનંદિત છું. જીવનના અંતિમ પડાવમાં એકલતાનો અનુભવ વ્યક્તિના જીવનને રંગવિહીન બનાવી દે છે, ત્યારે આ સમયે તેમને સૌથી વધારે જરૂર હોય છે તેમના જીવનની મહત્વતાને સમજવાની. આ શોર્ટ ફિલ્મ મારા જ પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મ થકી મારો પ્રયાસ સમાજમાં એક સારા સંદેશને વહેંચવાનો છે. દિગ્દર્શક અને એડિટિંગની નિર્ણાયક ભૂમિકાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે. ફિલ્મને લઇને ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યાં છે, ભવિષ્યમાં મને અન્ય શોર્ટ ફિલ્મ્સના નિર્માણ માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે.
જાણીતા ગઝલકાર અને શાયર તથા આ ફિલ્મના કલાકાર હરેન્દ્ર પુરોહિતે આ વિશે જણાવ્યું કે આ ફિલ્મ માટે પ્રશાંતે ખૂબ જ જહેમત ઉઠાવી છે. પ્રશાંત દ્વારા કરવામાં આવતું દરેક કાર્ય સચોટ અને પરિપૂર્ણ હોય છે. આ ફિલ્મ તેમની પ્રથમ ફિલ્મ હોવા છતાં પણ તેઓએ દિગ્દર્શક, એડિટર અને કલાકારના પાસાને ખૂબ જ ન્યાયપૂર્વક ભજવ્યાં છે. સમાજને એક સારો સંદેશ આપતી આ શોર્ટ ફિલ્મનો ભાગ બની હું ખૂબ જ રોમાંચિત છું.
શું જીવવું જરૂરી છે? શોર્ટ ફિલ્મની મજા માણોઃ