ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં એન્જિનિયરીંગ કરી શકશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં ૧૩૨ એન્જિનિયરીંગ કોલેજ, ૧૦૦ જેટલી પોલીટેક્નિક, ૬૫ ફાર્મસી, ૭૫ મેનેજમેન્ટની કોલેજ છે. તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય છે. ગત વર્ષે એઆઈસીટી દ્વારા દેશભરમાં એન્જિનિયરીંગનો કોર્ષ જે તે રાજ્યની ભાષામાં શરૂ કરવા જણાવ્યું હતું. જેને લઈને જીટીયુ એ તમામ કોલેજને પત્ર લખ્યો હતો પરંતુ કોઈ ગુજરાતીમાં કોર્ષ શરૂ કર્યો ન હતો. તમામ કોલેજની આ બેઠક ના ભરાય તેવો ડર હતો જેના કારણે જીટીયુ એ પોતાની જ મહેસાણા ખાતે આવેલી સંસ્થામાં ૧૨૦ બેઠક પર એન્જિનિયરીંગ કોર્ષ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગની ૩૦-૩૦ એમ ૧૨૦ બેઠક પર ગુજરાતીમાં એન્જિનિયરીંગ ભણાવવામાં આવશે. અનેક નાના દેશ પોતાની ભાષામાં એન્જિનિયરીંગ ભણાવે જ છે. અમે નિષ્ણાતોનો અભિપ્રાય લીધો જ છે. આ ઉપરાંત ગામડાના વિદ્યાર્થીઓને એન્જિનિયરીંગ ભણાવનો લાભ મળે તે ધ્યાને રાખીને એન્જિનિયરીંગ કોર્ષ શરૂ કરવામાં આવશે.ગુજરાતમાં અભ્યાસ માટે નવા આયોજનો થતાં રહે છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ માટે એક નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ ભણી શકે છે. પરંતુ હવે ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે.

Share This Article