વિદ્યાર્થી દિવસમાં 150થી વધારે વાર જોવે છે મોબાઇલ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રોટી, કપડા અને મકાન આ ત્રણ વસ્તુ પ્રાયોરીટી ગણવામાં આવતી હતી. જેમાં હવે વધુ એક ચીજનો સમાવેશ થયો છે તે છે મોબાઇલ. મોબાઇલ એ હાલના જમાનામાં ખૂબ અગત્યની બાબત માનવામાં આવે છે. સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે પણ હવે મોબાઇલ હોય છે.

એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે વિદ્યાર્થીઓ એક દિવસમાં 150થી વધુ વાર પોતાનો મોબાઇલ જોવે છે. ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને ICSSR દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યુ છે કે શાળામાં ભણતા બાળકો એક દિવસમાં તેમનો મોબાઇલ 150થી વધારે વાર જોવે છે. 200 વિદ્યાર્થીઓ સાથે કરેલી વાતચીતમાં આ બાબત સામે આવી છે.

મોબાઇલનું વળગણ એ આજના આધુનિક યુગમાં સૌથી ખરાબ માનવામાં આવે છે. ઇન્ટરનેટ આવ્યા બાદ લોકો વધારે મોબાઇલનો ઉપયોગ કરવા લાગ્યા હતા. બાદમાં શાળામાં જતા વિદ્યાર્થીઓ પણ તેમનો અલાયદો મોબાઇલ યુઝ કરવા લાગ્યા હતા. મોબાઇલ આવ્યા બાદ બાળકોની યાદ રાખવાની શક્તિ ઓછી થઇ જાય છે, તેવું પણ એક સંશોધનમાં બહાર આવ્યુ હતુ.

મોબાઇલનું વળગણ છોડાવવા માટે દિવસમાં ઓછામાં ઓછુ એક કલાક મોબાઇલને દુર રાખીને પ્રકૃતિના સહવાસમાં રહેવું જોઇએ. જેનાથી તમારા મગજને શાંતિ મળશે સાથે જ તણાવ દુર થશે અને મોબાઇલનું વળગણ પણ ધીરે ધીરે દુર થઇ જશે.

Share This Article