જ્વેલરીમાં સ્ટડ છે સદાબહાર ફેશન

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

જ્વેલરીમાં જ્યારે રીયલ જ્વેલરી પસંદ કરવાની વાત આવે ત્યારે મહિલાઓ કોન્શિયસ થઈ જતી હોય છે. તેમને એવી જ્વેલરી પસંદ કરવી હોય છે જેની ફેશન ન બદલાય. જે પહેરવામાં કમ્ફર્ટેબલ હોય અને જે કોઈ પણ લૂક સાથે મેચ થઈ શકે. એવી જ એક જ્વેલરી છે કાનનાં સ્ટડ એટલે કે બુટ્ટી.

જ્યારે રીયલ અને મોંઘી જ્વેલરી પસંદ કરવાની હોય ત્યારે મહિલાઓ લટકણ બુટ્ટીને બદલે સિમ્પલ સ્ટડ ખરીદવાનું વધુ પસંદ કરે છે. આવો જોઈએ કેટલાંક એવા સેમ્પલ સ્ટડ જે ફેશનમાં સદાબહાર છે. જેને કોઈ પણ ઉંમરે, કોઈ પણ સ્થળે પહેરી શકાય છે.

kp stud3 1

  • ડાયમન્ડ સ્ટડ

રીયલ ડાયમન્ડ, રફ કટ તથા ગોલ્ડમાં બનતાં ડાયમન્ડ સ્ટડની ફેશન ક્યારેય જતી નથી. આ સ્ટડ ઓરિજનલ કલર, વ્હાઈટ તથા લાઈટ કલરમાં પણ મળી રહે છે. રેગ્યૂલર યુઝ માટે આ સ્ટડ પરફેક્ટ ચોઈસ છે. તે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન એમ બંને લૂકમાં સારા લાગે છે.

kp stud2

  • પર્લ સ્ટડ

ઓરીજનલ પર્લ, આફ્રિકન પર્લ, રાઈસ પર્લ તથા કોસ્મેટિક પર્લનાં સ્ટડ યુવતિઓમાં હોટ ફેવરિટ છે. ઓફિસવેર માટે પણ આ સ્ટડ પરફેક્ટ ચોઈસ છે. તેમાં વ્હાઈટ, ઓફવ્હાઈટ, લાઈટ પીંક, ગ્રે અને ક્રીમ વધુ પસંદ કરવામાં આવે છે. આ સ્ટડ કોઈપણ ઉંમરની વ્યક્તિને આકર્ષક લાગે છે.

kp stud1

  • એડી ડાયમન્ડ પેટર્ન

અમેરિકન ડાયમન્ડનાં વિવિધ શેપ અને ડિઝાઈનમાં સ્ટડ મળી રહે છે. જેમાં ડબલ ફ્રેમ, હાર્ટ શેપ, સ્કેવર, ઓવલ અને પાનશેપનાં સ્ટડ વધુ પસંદ કરવામાં આવે છે. પાર્ટીમાં આ સ્ટડ એથનિક અને વેસ્ટર્ન બંને લૂકમાં સારા લાગે છે.

Share This Article