સ્ટ્રોકને લઇને સામાન્ય લોકો પાસે પુરતી માહિતી હજુ પહોંચી નથી. સ્ટ્રોક એક એવી મેડિકલ કન્ડીશન છે જેમાં બ્રેઇન સુધી લોહી પ્રવાહ સારી રીતે પહોંચી શકતો નથી. જેના કારણે સેલ ડેથ થાય છે. તબીબો કહે છે કે સ્ટ્રોકના બે મુખ્ય પ્રકાર હોય છે. જેમાં લોહીના પ્રવાહના અભાવમાં એક થાય છે. જેનુ નામ ઇસેમિક કહેવામાં આવે છે જ્યારે બીજા પ્રકારમાં હેમોરેજિક હોય છે. બ્લીડિગના કારણે આ તકલીફ થાય છે. બંને પરિણામની સ્થિતીમાં બ્રેઇનના હિસ્સા સારી રીતે કામ કરી શકતા નથી. સ્ટ્રોકના કેટલાક લક્ષણો હોય છે જેમાં એક સાઇડથી દેખાવવામાં તકલીફ પડે છે. બોલવામાં અને સમજવામાં તકલીફ પડે છે. શરીરને કોઇ એકબાજુ મુવ કરવામાં અને કામ કરવામાં તકલીફ પડે છે.
આ તમામ સામાન્ય લક્ષણો છે. સ્ટ્રોક માટે મુખ્ય જાખમી પરિબળોમાં હાઇ બ્લડ પ્રેશર છે. અન્ય જાખમી પરિબળોમાં તમાકુ ધ્રુમપાન પણ છે. સ્થુળતા, હાઇ બ્લડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ પણ કારણ છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સાત સ્ટ્રોક પૈકીના એક સ્ટ્રોકનો હુમલો ઉંઘમાં થઇ જાય છે. આ નવા અભ્યાસના તારણો ખુબ જ ચોકાવનારા છે. સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણો જાણવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીના એક સભ્ય અને યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના અભ્યાસના પ્રોફેસર જેસન મેકેએ કહ્યું છે કે, આ પ્રકારના સ્ટ્રોક માટેની એક પ્રકાર સારવાર પ્રથમ લક્ષણો દેખાયાના કલાકો બાદ જ આપવામાં આવે તે જરૂરી છે લક્ષણો જાણી શકાતા નથી.
જેથી સારવાર લેવાની બાબત પણ મોડાથી શરૂ થાય છે. જેથી સ્ટ્રોકના હુમલાઓના લક્ષણો વધી જાય છે. સાથે સાથે આ બીમારી મજબુત રીતે વ્યક્તિની ધરી લે છે. ૧૮ વર્ષની વયમાં અને તેનાથી મોટી વયના લોકોમાં સ્ટ્રોકના તમામ કેસોમાં અભ્યાસ કર્યા બાદ સંશોધકોએ કહ્યું છે કે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આ કેસ પર નજર રાખવામાં આવી હતી. મોટા ભાગના સ્ટ્રોકના હુમલાઓ બ્રેનમાં લોહીના પ્રવાહ ઉપર બ્રેક આવવાના કારણે થાય છે. અભ્સાયમાં ૧૮૫૪ સ્ટ્રોક પૈકીના ૨૭૩ સ્ટ્રોકના હુમલાઓ અથવા તો ૧૪ ટકા સ્ટ્રકો વોકઅપ સ્ટ્રોક તરીકે હોય છે. વોકસઅ સ્ટ્રોકમાં વ્યÂક્ત મજબુત લક્ષણોના કારણે જાગી જાય છે. સંશોધકોનો અંદાજ છે કે, એક વર્ષમાં અમેરિકામાં અંદાજે ૫૮ હજાર લોકો વોકઅપ સ્ટ્રોક બાદ ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા. અભ્યાસના પરિણામો ખુબ જ મહત્વપૂર્ણ છે. અભ્સાયના પરિણામ પ્રિન્ટ ઇસ્યુ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે.
સ્ટ્રોકના હુમલાઓની ફરિયાદ આધુનિક સમયમાં લોકોમાં વધી ગઇ છે. અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સગર્ભા મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મહિલાઓને સ્ટ્રોકની અસર સગર્ભા અવસ્થા દરમિયાન થઈ છે. બાળકને જન્મ આપ્યા બાદ અથવા તો બાળકના જન્મ પહેલાં મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે. અગાઉ એવી માન્યતા હતી કે મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન ભાગ્ય જ સ્ટ્રોકનો હુમલો થાય છે. પરંતુ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે છેલ્લા બાર વર્ષના ગાળામાં સ્ટ્રોકના હુમલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન વધી ગયા છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૪૦૮૫ જેટલી સગર્ભા સાથે સંબંધિત સ્ટ્રોકથી ગ્રસ્ત મહિલાઓને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૪-૯૫માં અમેરિકામાં સ્ટ્રોક સાથે સંબંધિત મહિલાઓને સારવાર આપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬-૦૭માં આ સંખ્યામાં ૫૪ ટકાનો વધારો થતાં સંખ્યા ૬૨૯૩ સુધી પહોંચી હતી. સ્ટ્રોકમાં વ્યાપક અભ્યાસ હાલમાં કરવામાં આવ્યો છે.
અમેરિકન હાર્ટ એશોસિયેશનના અહેવાલમાં જાણવા મળ્યું છે કે અમે ખૂબ જ ચિંતિત બની ગયા છીએ. એટલાન્ટા, જ્યોર્જિયામાં અભ્યાસને લઈને જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. એકંદરે બનાવમાં અમેરિકામાં ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે. નવેસરના આંકડામાં જાણવા મળ્યું છે કે બાળકને જન્મ આપવાના ત્રણ મહિનાની અંદર અથવા તો સગર્ભા અવસ્થા દરમિયાન સ્ટ્રોકના હુમલાઓ વધી ગયા છે.સ્વસ્થ મહિલાઓમાં આવા હુમલાનો ખતરો ઓછો રહે છે. વધુને વધુ મહિલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન સ્થૂળતા, હાઈપર ટેન્શન, ડાયાબીટિશ અને હાર્ટના રોગ સાથે સંબંધિત છે.