અમદાવાદમાં સેટેલાઇટ રોડ પર આવેલ સ્ટોરી સર્કલ સંસ્થા દ્વારા ૨૯મી એપ્રિલ, ૨૦૧૯થી ૧૧ મે, ૨૦૧૯ સુધી સાંજે ૪-૩૦થી ૬-૦૦ કલાક દરમિયાન બાળકો માટે સ્ટોરીટેલિંગ અને થિયેટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અભ્યાસ સાથે- સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ બાળકો પોતાની પ્રતિભા દર્શાવી શકે તે માટે આ સમર સ્પેશિયલ બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ખાસ સ્ટોરીટેલિંગ પર મહત્વ આપવામાં આવશે જેનાથી ઘણાં લોકો અજાણ છે. શહેરના બાળકોને એક અનોખી તક મળે તે માટે સ્ટોરી ટેલર સંસ્થાના સ્થાપક યોગિતા બી. આહુજા દ્વારા ટીઆઈઈના ફાઉન્ડર વોલ્ટર પીટરના સહયોગથી સ્ટોરીટેલિંગ અને થિયેટર વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપમાં બાળકોને મ્યુઝિક તથા ડાન્સ, એક્સ્પ્રેસિવ આર્ટ, પ્રોપ્સ અને પપેટ્સ તથા સ્ટોરી બોર્ડ્સ અને સ્ક્રિપ્ટ્સ વગેરે મેથડ્સ પણ આ સ્ટોરીટેલિંગ અને થિયેટર વર્કશોપમાં સમાવિષ્ટ છે.
આ વિશે વાત કરતાં સ્ટોરી સર્કલના યોગિતા આહુજાએ જણાવ્યું હતુંકે, “રસપ્રદ અને અસરકારક વાર્તાઓના રૂપમાં આપવામાં આવેલી માહિતી ઈમોશનલ કનેક્ટ તથા મેમરી રિકોલ કરવામાં મદદ કરે છે. પ્રાચીન સમયથી જ સ્ટોરીટેલિંગનું મહત્વ રહ્યું છે. જે કોઈપણ વ્યક્તિને કોઈપણ ફિલ્ડમાં મદદ કરી શકે છે. જ્યાં સુધી મનુષ્ય હશે ત્યાં સુધી વાર્તાઓ પણ હશે. તેથી સ્ટોરીટેલિંગ ઘણું જ મહત્વનું છે. અમે સ્ટોરીટેલિંગ દ્વારા બાળકોની સ્કિલ્સમાં વધારો કરવા માંગીયે છીએ તેથી જ આ વર્કશોપનું આયોજન કર્યું છે. જેમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો પોતાની પ્રતિભા દર્શાવી શકશે.”
સ્ટોરીટેલર એ એવી સંસ્થા છે જે ૨ વર્ષથી અમદાવાદમાં કાર્યરત છે. યોગિતા આહુજાએ આઈ નર્ચર મી(આઇએનેમ)ના એકમ સ્ટોરીટેલરની સ્થાપના કરી હતી. સ્ટોરીટેલરનો મુખ્ય હેતુ બાળકો તથા યુવાઓ સ્ટોરીટેલિંગ દ્વારા પોતાની લાઇફનો આનંદ માણી શકે તે છે. સ્ટોરીટેલર અમદાવાદમાં અગ્રણી શાળાઓ, એનજીઓ અને કૉલેજો તથા બાળકો, શિક્ષકો અને માતા-પિતા માટે સ્ટોરીટેલિંગ આધારિત વર્કશોપ માટે સ્ટોરીટેલિંગ પાર્ટનર પણ છે.
સ્ટોરીટેલિંગ ફક્ત રસપ્રદ જ નથી, પરંતુ તે આપણને કેટલીક વસ્તુઓ શીખવામાં, શબ્દભંડોળ વધારવામાં તથા બાળકોની રચનાત્મક કલ્પનાઓને વધારવામાં મદદ કરે છે. સ્ટોરીટેલિંગ અને થિયેટર બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવામાં મદદ કરે છે.