ભોજન બગાડને રોકો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લગ્નપ્રસંગમાં ભોજનની બગાડની બાબત સામાન્ય બની ગઇ છે. જ્યારે પણ અમે કોઇ સામાજિક પ્રસંગ પર જઇએ છીએ ત્યારે જોઇએ છીએ કે ભોજન મોટા પ્રમાણમાં બગડે છે. હવે ભોજનના બગાડને રોકવા માટે દિલ્હીની સરકારે એક પોલિસી બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. હાલમાં દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં હતુ કે તે લગ્ન કાર્યક્રમમાં મહેમાનોની સંખ્યાને મર્યાદિત કરવા માટે અને કેટેરિંગ સિસ્ટમને વધારે અસરકારક બનાવવા માટે વિચારણા કરી રહી છે.

સુનાવણી વેળા દિલ્હીના સચિવ જસ્ટીસ મદન બી. લાકુરની બેંચને કહ્યુ હતુ કે કોર્ટના પાંચમી ડિસેમ્બરના આદેશ બાદ તે આ મદ્દા પર ગંભીરતાની સાથે ચર્ચા કરી રહી છે. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે લગ્ન પ્રસંગ અને અન્ય કાર્યક્રમમાં ભોજન અને પાણીના બગાડને લઇને કેટલાક સુચન કર્યા હતા. બેંચે આ મુદ્દા પર ચિંતા પણ વ્યક્ત કરી હતી.  છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્ન પ્રસંગ  અને અન્ય સામાજિક પ્રસંગોમાં ભોજન અને પાણીનો બગાડ સતત વધી રહ્યો છે. દેખાવવા વધારે કરવામાં આવી રહ્યા છે. લગ્ન પ્રસંગ પોતાની તાકાત અને હૈસિયત દર્શાવવા માટેના સાધન તરીકે બની ગઇ છે.

આવા પ્રસંગ પર જુદા જુદા પ્રકારના ભોજન મોટા પાયે તૈયાર કરવામાં આવે છે.જોકે આ ભોજન પૈકી તેનો એક હિસ્સો મોટા ભાગે બગડી જાય છે. સામાન્ય રીતે લોકો તેમની જરૂરીયાત કરતા વધારે ભોજન તૈયાર કરાવી લે છે. ત્યારબાદ કચરામાં ફેંકી દે છે. ભારત જેવા દેશ જ્યાં આશરે ૧૯ કરોડ લોકો દરરોજ ભુખ્યા રહે છે ત્યારે ભોજનના પ્રમાણને બગાડી દેવાની બાબત યોગ્ય દેખાતી નથી. જો કે લગ્ન જેવા પ્રસંગમાં દરમિયાનગીરી કરવાની હિંમત સામાન્ય રીતે સરકારો કરી શકતી નથી.

હવે જો દિલ્હી સરકાર આ દિશામાં પહેલ કરી રહી છે તો તે સ્વાગતરૂપ છે. તેના સાહસની પ્રશંસા કરવામાં આવે તે જરૂરી છે. આ કામ એકદમ સરળ નથી. સૌથી પહેલા તો લોકોને આ સંબંધમાં માહિતી આપવાની રહેશે. લોકો એમ કહીને વિરોધ કરી શકે છે કે સામાજિક પરંપરામાં સરકાર કઇ રીતે દરમિયાનગીરી કરી શકે છે. લોકોએ તો આ જ નામ પર સામાજિક પ્રસંગો પર ફટાકડા ફોડવાને લઇને સપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો પણ વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં હાલમાં દિવાળીના પ્રસંગે મોટા પાયે ફટાકડા ફોટડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી હતી.

હવે આ નિર્ણયની સામે પણ લોકો વિરોધ કરવા માટે મેદાનમાં આવી શકે છે. મહેમાનોની સંખ્યા મર્યાદિત કરવાની બાબત વધારે યોગ્ય દેખાતી નથી. પ્રશ્ન એ થાય છે કે ક્યા આધાર પર સંખ્યા નક્કી કરવામાં આવનાર છે. લોકો આમાં પણ કેટલાક પ્રશ્નો ઉઠાવી શકે છે. આ નિયમ પણ બનાવી શકાય છે કે જાનૈયા કોઇ એક સ્થળ પર ચોક્કસ સંખ્યા કરતા વધારે સંખ્યામાં રહી શકશે નહીં. સાથે સાથે ભોજનના બગાડને રોકવા માટે કેટલાક નિયમો બનાવી શકાય છે. જેના ભાગરૂપે એવી શરતો રાખી શકાય છે કે બચી ગયેલા ભોજનને કોઇ સંસ્થાને આપી દેવામાં આવે.

Share This Article