મુંબઇ: શેરબજારમાં આજે સવારે રિક્વરી સાથ કારોબારની શરૂઆત થઇ હતી. છેલ્લા સમાચાર મવ્યા ત્યારે સેંસક્સ ૯૩ પોઇન્ટ રિક્વર થઇને ૩૭૫૦૫નૂ સપાટી પર રહ્યો હતો. જયારે નિફ્ટી ૨૦ પોઇન્ટ રિક્વર થઇને ૧૧૩૦૭ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન શેરબજારમાં રિક્વરી જાવા શકે છે. આજે સવારમાં કારોબાર દરમિયાન છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ડોલરની સામે રૂપિયો વધુ ઘટીને નીચી સપાટી પર પહોચી ગયો હતો. ડોલરની સામે રૂપિયો ઘટીને ૭૨.૯૧ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. ગઇકા મંગળવારના દિવસે ડોલરની સામે રૂપિયો ૭૨.૬૯ની સપાટી પર બંધ રહ્યો હત.
અત્રે નોંધનીય છે કે શેરબજારમાં હાલમાં મોટો કડાકો છેલ્લા બે કારોબારી સેશનમાં રહ્યો છે. માત્ર બે કારોબારી સેશનમાં ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થયા બાદ હવે આજે સવારે રિક્વરી થઇ હતી. માત્ર બે દિવસમાં જ ૧૦૦૦ પોઇન્ટનો ઘટાડો થતા કારોબારી ચિંતાતુર દેખાયા હતા. તેમનામાં અનેક પ્રકારની અટકળો શરૂ થઇ હતી. જા કે આજે સ્થિતી ફરી સુધરી હતી. શેરબજારમાં પ્રવાહી સ્થિતી રહેવા માટે કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. જેમાં અમેરિક અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ, ક્રુડ ઓઇલની કિંમતમાં સતત થઇ રહેલા વધારાના કારણે પણ શેરબજાર પર પ્રતિકુળ અસર થઇ રહી છે.
આ ઉપરાંત ડોલરની સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. કેટલાક નકારાત્મક સંજાગોના કારણે હાલત કફોડી બનેલી છે. મોટી કપનીઓના શેરમા પણ ઉથલપાથલ જાવા મળી રહી છે. આવી પ્રવાહી સ્થિતીમાં રોકાણ કરવા માટે વેપારી બિલકુલ તૈયાર નથી. ડોલરની સામે રૂપિયાના અવમુલ્યનને રોકવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા નથી.