મુંબઇ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ બજારમાં જારદાર રીક્વરી રહી હતી. આજે છેલ્લા સમાચાર મળ્યાત્યારે સેંસેક્સ ૩૫૪ પોઇન્ટ રિક્વર થઇને ૩૫૫૦૪ની સપાટી પર રહ્યો હતો. જ્યારેનિફ્ટી ૧૨૦ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૬૬૯ની સપાટી પર રહ્યો હતો. પરિણામના એક દિવસ બાદપણ રિક્વરી રહી હતી. ડોલરની સામે રૂપિયો ૩૫ પૈસા શરૂઆતમાં ઘટી ગયો હતો. શેરબજારમાં આજે ભારે અફડાતફડીના માહોલ વચ્ચે કારોબારના અંતે સેંસેક્સ ૧૯૦ પોઇન્ટ રિકવર થઇને ૩૫૧૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો.
ચૂંટણી નિષ્ણાતો માની રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સીધી અસર આગામી દિવસોમાં પણ શેરબજારમાં જાવા મળી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની Âસ્થતિ વધારે ખરાબ થવાની શક્યતા દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં નજીવો વધારો થતા તેની કિંમત બેરલદીઠ ૬૨.૦૨ થઈ છે. યુરોપિયન અંધાધૂંધીની અસર પણ બજારમાં જાવા મળી શકે છે. માર્કેટના માઇક્રો ડેટાની ચર્ચા પણ રહી શકે છે.સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા નવેમ્બર મહિના માટે ક્રમશઃ જારી કરવામાંઆવનાર છે. વૈશ્વિક મોરચા ઉપર મૂડીરોકાણકારો અમેરિકી નોનફાર્મ પેરોલ ઉપર નજર રાખી રહ્યા છે.
ઓક્ટોબરની સપાટીથી પ્રતિદિવસે ૦.૮ મિલિયન બેરલ સુધી તેલ ઉત્પાદને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ક્રૂડની કિંમતમાં વૈશ્વિક બજારોમાં પાંચ ટકાનો વધારો થઇ ચુક્યો છે. ક્રૂડની કિંમત હજુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહ્યા બાદ અંતે ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંને ક્રમશઃ૧.૪૪ ટકા અને ૧.૬૮ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આરબીઆઈએ પણ ગયા સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં અફરા તફરી માટે અન્ય કારણો પણ જવાબદાર રહ્યા છે.શેરબજાર ગઇકાલે પત્તાના મહેલની જેમધરાશાયી થયું હતું. બજાર પર તમામની નજર છે.