શેરબજારમાં મંદી : સેંસેક્સમાં શરૂમાં ૪૩૦ પોઇન્ટનો કડાકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: શેરબજારમાં આજે સવારે કારોબારની શરૂઆત થયા બાદ જોરદાર કડાકો બોલી ગયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૪૩૦ પોઇન્ટ ઘટીને ૩૪૩૪૭ની નીચી સપાટી પર હતો. આવી જ રીતે નિફ્ટી ૧૨૮ પોઇન્ટ ઘટીને ૧૦૩૨૪ની નીચી સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન પ્રવાહી સ્થિતી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારોબારી કોઇ રોકાણ ન કરવાના મુડમાં દેખાઇ રહ્યા છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે દશેરાની રજા હતી. કમાણીની સિઝનની શરૂઆત થઇ ચુકી છે. શેરબજારમાં કારોબાર કરતી વેળા પસંદગીને ધ્યાનમાં લેવા અર્થશા†ીઓની ગણતરી છે.

વિદેશી મૂડી રોકાણકારોએ માત્ર બે સપ્તાહના ગાળામાં જ ઓક્ટોબર મહિનામાં ૨૬૫૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા  છે.સોમવારના દિવસે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા.  સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો વધીને બે મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો વધીને ૫.૧૩ ટકા સુધી પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો. ઓગસ્ટ મહિનામાં આ ફુગાવો ૪.૦૪ ટકા હતો. શાકભાજીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટ્યો છે. તે ૩.૮૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૨૦.૧૮ ટકા હતો.

એટલે કે શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે.ઓક્ટોબર-માર્ચના ગાળા દરમિયાન આરબીઆઈએ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૩.૯ અને ૪.૫ ટકા વચ્ચે રાખ્યો હતો. ગયા સપ્તાહમાં રિટેલ ફુગાવાના આંકડા જારી કરાયા બાદ  ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા જારી કરાયા હતા જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે અને મોંઘવારીમાં વધારો થવાની સ્થિતિ વચ્ચે ડબલ્યુપીઆઈ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૫.૧૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૫.૫૩ ટકા હતો. શેરબજારમાં મંગળવારના દિવસે સ્થિતિ સારી રહી હતી. શેરબજારમાં બુધવારે ઓટો અને ફાઈનાÂન્સયલ શેરોમાં જારદાર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ અથવા તો એક ટકા ઘટીને ૩૪૭૮૦ની સપાટીએ રહ્યો હતો.

Share This Article