બજારમાં સતત બીજા દિવસે તેજી રહેતા વેપારીઓ સંતુષ્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે જોરદાર તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેસેક્સ ૫૫ પોઇન્ટ ઉછળીને ૩૯૮૪૦ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી છ પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૮ની સપાટી પર હતો. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મિશ્ર સ્થિતી જાવા મળી હતી. નિફ્ટી મેટલમાંમાં ૦.૩ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક ઘટનાક્રમના દોર વચ્ચે ગઇકાલે સોમવારના દિવસે શેરબજારમાં તેજી જામી હતી. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઉછળીને ૩૯૭૮૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. એપ્રિલ મહિના માટેના ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શન ડેટા બુધવારના દિવસે જારી કરાશે. આ ઉપરાંત ભારતના રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બુધવાર અને શુક્રવારના દિવસે ક્રમશઃરીતે જારી કરવામાં આવનાર છે.

જેની અસર પણ બજાર પર સીધીરીતે જાવા મળશે. રિટેલ ફુગાવાના આંકડા મે મહિના માટેના બુધવારના દિવસે જારી કરાશે જ્યારે હોલસેલ ફુગાવા માટેના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી બેઠકમાં રિટેલ ફુગાવાની આગાહી વધારીને ૩-૩.૧ ટકા કરી દીધી હતી. નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો આંકડો વધારી દેવામાં આવ્યો હતો.

આરબીઆઈના અંદાજને ધ્યાનમાં લેવામાં આવે તો જો આગામી ફુગાવાના ડેટા સારા રહેશે અને વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો થવા માટે ચિત્ર રજૂ થઇ શકે છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા બુધવારના દિવસે જારી કરાશે. માર્ચ મહિનાના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૦.૧ ટકા સુધી  ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્‌ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલમાં મંદીના લીધે અસર થઇ હતી.

Share This Article