નવીદિલ્હી: શેરબજારમાં આજે અભૂતપૂર્વ અફડાતફડી જાવા મળી હતી. શેરબજારમાં મોટા ઘટાડાના પરિણામ સ્વરુપે આજે બુધવારના દિવસે એક જ દિવસમાં મૂડીરોકાણકારોએ ૧.૭૯ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા જેને લીધે મુંબઈ સ્ટોક એક્સચેંજમાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. માર્કેટ મૂડી ૧૪૫.૪૩ લાખ કરોડ રૂપિયા ઘટીને ૧૪૩.૬૪ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. ૩૧મી ઓગસ્ટ બાદથી બીએસઈની માર્કેટ મૂડી ૧૫.૭૪ લાખ કરોડ રૂપિયા ઘટી ચુકી છે. સોમવારના દિવસે બંધની સાથે કારોબાર રહ્યો હતો. મંગળવારના દિવસે શેરબજારમાં ગાંધી જ્યંતિના પ્રસંગે રજા રહી હતી. આજે બુધવારે શેરબજાર ખુલતાની સાથે જ મૂડીરોકાણકારોમાં વેચવાલીને લઇને સ્પર્ધા જામી હતી.
આનુ મુખ્ય કારણ ક્રૂડની કિંમતોમાં વધારો રહ્યો હતો. અલબત્ત રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તર પર આવવાની બાબત પણ જાવા મળી હતી. ઓગસ્ટ મહિનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ગ્રોથની ગતિ ધીમી પડવા અને વૈશ્વિક બજારોમાં મંદીના પરિણામ સ્વરુપે હાલત કફોડી રહી હતી. શેરબજાર બંધ થવા સુધી સેંસેક્સમાં ૧.૫૧ ટકાનો ઘટાડો થયો હતો. સેંસેક્સના ૩૧ શેર પૈકી ૨૬ શેર આજે ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટીના ૫૦ શેર પૈકી ૩૬ શેરમાં ઘટાડો નોંધાયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. સેંસેક્સમાં આજે મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાના શેરમાં ૬.૮૦ ટકા, ટીસીએસના શેરમાં ૪.૩૫ ટકા, એÂક્સસ બેંકમાં ૩.૮૬ ટકા, મારુતિમાં ૩.૩૧ ટકા, ભારતી એરટેલમાં ૨.૬૫ ટકા, રિલાયન્સમાં ૨.૫૬ ટકાનો ઘટાડો રહ્યો હતો.
રિલાયન્સના શેરમાં પણ ઘટાડો તીવ્રરીતે નોંધાયો હતો. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી. મુડીરોકાણકારોએ જંગી નાણા ગુમાવી દીધા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, એÂક્સસ બેંક સહિતના શેરોમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. આજે ઉથલપાથલનો દોર જારી રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઘટીને ૩૫૯૭૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો.