બજારમાં મંદી : સેંસેક્સમાં ૨૦૦ પોઇન્ટ સુધી ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે સવારે જોરદાર વેચવાલી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૦૦ પોઇન્ટ ઘટીને આગળ વધ્યો હતો. આજે દિવસ દરમિયાન મંદી રહેવાના સંકેત છે. ડોલરની સામે રૂપિયો આજે ૭૧.૨૩ની સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડિકેસ્માં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. માઈક્રો આંકડા, ગ્લોબલ ટ્રેન્ડ અને ક્રુડની કિંમતો સહિતના એવા પરિબળ છે જે સીધી અસર કરી રહ્યા છે. વર્તમાન એનડીએ સરકારનું અંતિમ સંસદ સત્ર બુધવારના દિવસે પૂર્ણ થઈ રહ્યું છે. ખેડુતો માટે અને મધ્યમ વર્ગ માટે કેટલીક જાહેરાતો થઈ ચુકી છે. સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે હજુ પણ વધારાની લોકપ્રિય જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. રિટેલ ફુગાવા અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બજારની દિશા નક્કી કરશે.

આની જાહેરાત પણ હવે થનાર છે. માસિક ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં ૪.૬૪ ટકા હતો. ફુગાવાના આંકડા હવે જારી થનાર છે. જાન્યુઆરી મહિના માટેના આંકડા પણ આવા જ આશાસ્પદ રહી શકે છે. આરબીઆઈએ હાલમાં જ રેપોરેટમાં ૨૫ બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. કન્ઝયુમર ફુગાવાના આંકડા મંગળવારના દિવસે અને હોલસેલ ફુગાવાના આંકડા ગુરૂવારના દિવસે જારી કરાશે. ડિસેમ્બર મહિના માટે ઈન્ડેક્ષ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઈઆઈપી)ના આંકડા મંગળવારના દિવસે જારી કરાશે. આઈઆઈપી ગ્રોથનો આંકડો નવેમ્બર ૦.૪૭ ટકા રહ્યો હતો. અન્ય પરિબળો પણ છે જેના ઉપર તમામની નજર રહેશે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. અનેક હેવી વેઈટ કંપનીઓના પરિણામ અને કમાણીના આંકડા જારી કરાયા છે. હવે કોલ ઈન્ડિયા, હિન્ડાલકો, ઓએનજીસી અને સનફાર્માના આંક જારી કરાશે.

Share This Article