મુંબઇ : શેરબજારમાં આજે સવારે કડાકો બોલી ગયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૩૯ પોઇન્ટ ઘટીને ૩૬૭૩૧ની નીચી સપાટી પર રહ્યો હતો. નિફ્ટી ૭૯ પોઇન્ટ ઘટીને ૧૦૯૯૦ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન બજારમાં મંદી રહી શકે છે. સવારમાં તાતા મોટર્સના શેરમાં ૨૯ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં બે ટકાની આસપાસનો ઘટાડો જાવા મળ્યો હતો. બીજી બાજુ સવારના કારોબારમાં ડોલરની સામે રૂપિયો ૭૧ની સપાટી પર રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મંડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમા ંપણ ઘટાડો રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ ગઇકાલે ગુરૂવારના દિવસે ફ્લેટરીતે બંધ રહ્યા હતા. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
ગઇકાલે ગુરૂવારના દિવસે બીએસઈ સેંસેક્સ ચાર પોઇન્ટ ઘટીને ૩૬૯૭૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ સાત પોઇન્ટ સુધરીને ૧૧૦૬૯ની સપાટીએ રહ્યો હતો.શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જાખમ લેવા માટે તૈયાર નથી. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇÂક્વટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ રકમ પરત ખેંચવામાં આવી હતી. શેરબજારમાં હાલમાં તેજી માટે કેટલાક પરિબળો દેખાઈ રહ્યા છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટમાં તમામ વર્ગો માટે મોટી રાહતો જાહેર કરવામાં આવી હતી. જેની સીધી અસર પણ બજારમાં જાવા મળી રહી છે. આવકવેરા મુÂક્ત મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતો માટે ઇન્કમ સપોર્ટ યોજના જાહેર કરવામાં આવી ચુકી છે. શ્રમિકો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી ચુકી છે જેની સીધી અસર બજારમાં જાવા મળી રહી છે.