મુંબઇ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૦૦ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ ૧૧૦૦૦ની સપાટી હાંસલ કરી હતી. આજે દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત છે. શેરબજારમાં જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૫૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી મૂડીરોકાણકારો કોઇપણ પ્રકારના જાખમ લેવા માટે તૈયાર નથી.
નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવાં આવ્યું છે કે, ગયા મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૭ કરોડ અને ઇક્વિટી માર્કેટમાંથી ૫૨૬૭ કરોડ રકમ પરત ખેંચવામાં આવી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૪ પોઇન્ટ સુધરીને ૩૬૬૧૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો .બ્રોડર નિફ્ટી ૨૨ પોઇન્ટ ઉછળીને ૧૦૯૩૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો.