એઇડ્સની સફળ સારવાર હવે શક્ય બની રહી છે. લંડનના દર્દી પર સફળ રીતે સારવાર થયા બાદ નવી આશા જાગી છે. આ સારવાર વેળા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અથવા તો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા કરવામાં આવી હતી. હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટેમ સેલ નુકસાન પામેલા હાર્ટ મસલ્સ અથવા તો નુકસાન પામેલા હૃદયના સ્નાયુને રીપેર કરી શકે છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ બાદ આ મુજબનો દાવો કર્યો છે.
અટેક થયા બાદ ચોક્કસ હિસ્સાને થયેલા નુકસાનને રીપેર કરવામાં સ્ટેમ સેલ ઉપયોગી ભૂમિકા ભજવે છે. નવા અભ્યાસના તારણથી હૃદય રોગના હુમલા બાદ સારવારની નવી પદ્ધતિ વિકાસાવવામાં આવી શકે છે. કાર્ડિયાક રીઝનરેશન માટે નવી ટ્રિટમેન્ટ પદ્ધતિ માટેનો માર્ગ મોકળો થઇ ગયો છે. લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટેમ સેલ ઓર્ગનને પુનઃ ગ્રોથ થવામાં ભૂમિકા ભજવે છે હૃદયરોગના હુમલા બાદ સ્નાયુ નબળા પડે છે. આનાથી એવી માન્યતા સામે પણ પડકાર ઉભો થયો છે કે, હાર્ટ અટેક બાદ નુકસાન કાયમી રહે છે અને એકવખતે નુકસાન થયા બાદ સ્વસ્થ હાર્ટના સ્નાયુ પુનઃ વ્યવસ્થિત થતા નથી.
લોસએન્જલસમાં કેડાર્સ સીનાઇ હાર્ટ ઇનસ્ટિટ્યુટમાં પ્રોફેસર ઇડુઆર્ડો માર્બનના નેતૃત્વમાં એક ટીમ દ્વારા સંશોધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ૫૩ વર્ષની સરેરાશના ૨૫ દર્દીઓ પર ચકાસણી કરવામાં આવી હતી. આ તમામ ૨૫ દર્દીઓને અગાઉ હાર્ટ અટેક થઇ ચુક્યા હતા. જે દર્દીઓમાં સ્ટેમ સેલની સારવાર આપવામાં આવી તેમાં નુકસાન પામેલા હાર્ટના સ્નાયુ રીપેર થયા હતા. અભ્યાસની પ્રક્રિયા દરમિયાન દરેક દર્દીમાં તેના પોતાના જ સ્ટેમ સેલ ઠાલવવામાં આવ્યા હતા. સ્ટેમ સેલને લઇને હાલમાં ક્રાંતિકારી શોધ ચાલી રહી છે. જે આવનાર સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.