પોઝિટીવ રહેવાથી ફાયદો છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે એવી મહિલાઓ જે આશાવાદી હોય છે અને હમેંશા પોઝિટિવ એટિટ્યુડ સાથે જીવે છે તેમનામાં ટાઇપ -૨ ડાયાબિટીસનો ખતરો ખુબ ઓછો રહે છે. નિષ્ણાંત તબીબો કહે છે કે મેનોપોઝ બાદ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પોઝિટિવ પર્સનાલિટી ધરાવતી મહિલાઓમાં ટાઇપ-૨ ડાયાબિટીસનો ખતરો ઓછો રહે છે. મહિલા આરગ્ય પહેલ નામથી એક અભ્યાસની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી હતી.મેગેઝિન મેનોપોજમાં પ્રકાશિત અભ્યાસમા દાવો કરવામાં આવ્ય છે કે એક લાખ ૩૯ હજાર ૯૨૪ મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. આ તમામ મહિલાઓને ડાયાબિટીસની કોઇ બિમારી ન હતી. જા કે ૧૪ વર્ષમાં ટાઇપ-૨ ડાયાબિટીસની ૧૯ હજાર ૨૪૦ મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની જે મહિલાઓ વધારે આશાવાદી દેખાઇ હતી તેમનામાં પ્રમાણ ઓછુ રહ્યુ છે.

અમેરિકામાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસ બાદ  વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે હેપ્પી અને પોઝિટીવ આઉટલુક હાર્ટ માટે આદર્શ છે. વૈજ્ઞાનિકોએ લાંબાગાળા સુધી અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે એ ટાઈપની પર્સનાલિટી ધરાવતા લોકો અને સામાન્ય રીતે ક્રોધિત, ડિપ્રેશરમાં રહેતા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે. સાઇકોલોજી અભ્યાસના તારણમાં એમ પણ જાણવા મળ્યું છે કે સતત હકારાત્મક વિચારધારા ધરાવનાર વ્યક્તિઓમાં હાર્ટ એટેક અથવા તો અન્ય રોગનો ખતરો પ્રમાણમાં ઓછો રહે છે. હવે વધુ એક નવા અભ્યાસમાં પણ આ બાબતની સાબિતી મળી છે. હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે હકારાત્મક વિચારધારા અને આશાવાદની સ્થિતિ ઉપયોગી છે.

હાર્ડવર્લ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધક જુલિયાના જણાવ્યા મુજબ આધુનિક સમયમાં મોટાભાગે તમામ લોકોએ પોઝિટિવ આઉટલુક તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટ્રેસના સીધા સંબંધ નકારાત્મક વિચારધારા, ક્રોધ સાથે રહેલા છે. એનાથી હાર્ટ અને ધમનીઓને નુકસાન થવાનો ખતરો રહે છે. મોટાભાગે ખુશખુશાલ રહેનાર લોકોમાં બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલ અને વજન સંતુલિત રહે છે. પૂરતી ઊંઘ પણ આ લોકો માણી શકે છે. ધૂમ્રપાનને ટાળનાર લોકોને વધુ ફાયદો થાય છે.  પોઝિટિવ આઉટલૂક અંગે જુદા જુદા અભ્યાસોની ગણતરી પણ કરવામાં આવી હતી જેમાં સાઇકોલોજીકલ અથવા તો મનોવૈજ્ઞાનિક તારણોની નોંધ લેવામાં આવી હતી.

Share This Article