નવી દિલ્હી : ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યુ હતુ. આશરે ૫૦ મિનિટ સુધી ચાલેલા સંબોધન દરમિયાન મોદીએ મોટા ભાગે સરદાર પટેલના યોગદાનની વાત કરી હતી. તેમની ઉલ્લેખનીય કામગીરીની વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે જા સરદાર પટેલ ન રહ્યા હોત તો દેશમાં આજે ફરવા માટે પણ લોકોને વીઝા લેવા માટેન જરૂર પડી હોત. તેમણે કહ્યુ હતુ કે દેશના તમામ લોકોને એક સાથે લાવવામાં સરદાર પટેલે ભૂમિકા અદા કરી હતી.
મોદીએ સંબોધનમાં કહ્યુ હતુ કે દેશને વિભાજિત કરવાના દરેક પ્રયાસને પુરતી તાકાત સાથે જવાબ આપવામાં આવે તે અમારી જવાબદારી છે. જેથી અમને તમામ રીતે સાવધાન રહેવાની જરૂર છે. સમાજ તરીકે એકમત રહેવાની જરૂર છે. મોદીએ કહ્યુ હતુ કે સરદાર પટેલ ઇચ્છતા હતા કે દેશના દરેક ગામમાં માર્ગનુ નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે. આજે દેશના દરેક ગામને માર્ગ સાથે જાડવા, ડિજિટલ કનેક્ટિવિટી સાથે પણ જાડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં દરેક ઘરમાં ગેસ કનેક્શન આપવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. દેશમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવા માટેના કામ થઇ રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે દરેક વ્યÂક્તને પાકા ઘર આપવામાં આવી રહ્યા છે. અમે ૧૮ હજાર ગામોમાં વીજળી પહોંચાડી દેવાનુ કામ કરી રહ્યા છીએ. મોદીએ કહ્યુ હતુ કે સૌભાગ્ય યોજના હેઠળ સરકાર દેશના તમામ લોકોના ઘરમાં વીજળી કનેક્શન આપવા પર કામ કરી રહી છે. સરદાર પટેલના સપનાને પૂર્ણ કરવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. મોદીએ કહ્યુ હતુ કે તેઓ કેટલીક વખત તો હેરાન થઇ જાય છે જ્યારે તેમની કામગીરીને રાજનીતિ સાથે જાડી દેવામાં આવે છે.
સરદાર પટેલ જેવા મહાપુરૂષોની પ્રશંસા વેળા પણ અમારી ટિકા કરવામાં આવે છે. અમે કોઇ મોટા અપરાધ કરી રહ્યા છીએ તેમ અમારા પર પ્રહારો કરવામાં આવે છે. સરદાર સાહેબના દર્શન કરવા માટે આવરાને સરદાર સવોર ડેમ, સતપુડા અને વિંધ્યના પર્વતોના દર્શન કરવાની તક મળશે. આગામી સમયમાં નોકરીની ખુબ તક અહીં ઉભી થનાર છે. આદિવાસી પરંપરાને જાવા માટે પણ લોકો પહોંચનાર છે. સરદાર પટેલની પ્રતિમાના આસપાસના વિસ્તારોને હવે ટ્યુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવા પર કામ શરૂ કરવામાં આવ્યુ છે.