સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટેન્ટ સીટી ગોદામમાં આગ લાગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ સિટીના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ પર સરદાર સરોવરના ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુ મેળવી લીધો હતો. જા કે, ગોડાઉનમાં રાખેલો માલસમાન સહિનતી ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોધાતા સ્થાનિક રહીશો સહિત તંત્રના અધિકારીઓએ પણ રાહતનો દમ લીધો હતો. પ્રાથમિક અંદાજમાં, આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું સામે આવી રહ્યું છે.

જા કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટસીટીના ગોડાઉનમાં ભીષણ આગના સમાચારને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગત મોડી રાત્રે નર્મદાના કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં આગ લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ટેન્ટ સિટીમાં પર્યટકો રોકાતા હોય છે. ગત રાત્રીના સમયે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ગોડાઉનમાં લાગેલી આગને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં તેઓ તુરંત ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમણે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. બાદમાં ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગમાં બે ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની નહી નોંધાતા સ્થાનિક લોકોની સાથે સાથે તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. જા કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Share This Article