ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે હાર્ટ એટેકથી મોતની વધુ બે ઘટના બની છે. સુરતમાં ૨૭ વર્ષના યુવકને ચાલુ બાઈક પર એટેક આવ્યો, તો, પાટણમાં જી્ બસના ડ્રાઈવરને ફરજ પર જ એટેક આવતા મોત નિપજ્યું છે. આ બંને ઘટના ચોંકાવનારી છે. પાટણના રાધનપુરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નિપજ્યું છે. જી્ કર્મચારીને ચાલુ ફરજે હાર્ટ એટેક આવતા મોત થયું છે. રાધનપુર-સોમનાથ જી્ના ડ્રાઈવર ભારમલ આહીરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. તેમની સોમનાથથી રાધનપુર પરત ફરતી વખતે તબિયત લથડી હતી. પહેલા તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, બાદમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ ડ્રાઈવરને રાધનપુર રેફરલ હોસ્પિલમાં લઈ જવાયા હતા. પરંતું સારવાર દરમિયાન બસના ડ્રાઈવરનું મોત થયું છે.
સુરતમાં ૨૭ વર્ષીય શનિ કાલે નામના યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. યુવક ગઈકાલે મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતી વખતે યુવકને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી મિત્રોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. ૨૭ વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકથી મોતની તપાસ માટે એક્સપર્ટ ટીમની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં યુવાનોના આકસ્મિક મોતના કારણો પર અભ્યાસ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ણાંતોની ટીમની રચના કરવાની સૂચના આપી છે. કોવિડ-૧૯ની રસી જવાબદાર છે કે નહીં તે પણ તપાસ કરાશે. આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. ઉૐર્ંના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૧.૨૮ અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી ૪૬ ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦ થી ૩૦ વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે.
છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ. વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. ઉૐર્ંના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૧.૨૮ અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી ૪૬ ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦ થી ૩૦ વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.