શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા યોજવામાં આવ્યો જીવનસાથી પસંદગી મેળો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા અમદાવાદ ખાતે ૩૯માં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથે યુવક-યુવતીઓની પરિચય પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

IMG 20180102 WA0004 e1514977758102

આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે રાધેશ્યામ ભોગીલાલ ભાવસાર તથા દીપાબહેન દીપકભાઇ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભને સફળ બનાવવા માટે શ્રી ગુજરાત ભાવસાર સમાજની પ્રમુખશ્રી રમેશભાઇ ભાવસાર, ઉપપ્રમુખશ્રી હરિભાઇ ભાવસાર, મહામંત્રી દિનેશભાઇ ભાવસાર તથા કન્વીનર ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી.

IMG 20180102 WA0003 e1514977801698

આ ૩૯માં જીવનસાથી પસંદગી મેળામાં ૩૫૦થી વધુ યુવકો અને ૧૨૦થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ જ સકુંલમાં શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી તારલાઓનું સમ્માન કરવામાં આવ્યું સાથોસાથ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું.

Share This Article