હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે છસ્ઝ્રનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં ૬૦૦ થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. તેમજ બપોરના સમય ગાર્ડન પણ ખુલ્લા રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્પ્રિન્કલર દ્વારા ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મ્ઇ્જી બસ સ્ટેન્ડ અને છસ્જી ના ૧૯ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
હોસ્પિટલમાં લુ લાગવાના દર્દીઓ આવે તો તમામ જરૂરી દવાઓ અને સાધનોની સુવિધા કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પગલે છેલ્લા ૯ દિવસમાં ૧૫૦૦થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવાના કેસ વધ્યાં છે. ગરમીની બીમારીને કારણે ૧૦૮ ઈમરજન્સી સર્વિસને ૭ હજારથી વધુ કોલ મળ્યાં હોવાનું સામે આવ્યુ છે.