વૈજ્ઞાનિકોની શોધમાં આ બાબત અનેક વખત સપાટી પર આવી ચુકી છે કે છેલ્લી પેઢીઓના પુરૂષોની તુલનામાં નવી પેઢીના પુરૂષોમાં શુક્રાણુઓ એટલે કે સ્પર્મ્સની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. દુનિયામાં સંતાનવગરના કપલ્સની સમસ્યાની પાછળ સ્પર્મની ઘટતી જતી સંખ્યા પણ એક મોટા કારણ તરીકે છે. આવી સ્થિતીમાં પુરૂષોને આ સમસ્યા તરફ ધ્યાન આપવાની તાકીદની જરૂરિયાત દેખાઇ રહી છે. સ્પર્મ બનાવવામાં હાર્મોન્સની ચાવીરૂપ ભૂમિકા હોય છે.
શુક્રાણુ પુરૂષના બે વૃષણમાં બને છે. તે સ્કીનની થેલીમાં મુખ્ય શરીરથી અલગ રહે છે. આવુ એટલા માટે છે કે શુક્રાણુઓના નિર્માણમાં શરીરના તાપમાનની તુલનામાં અંતર જરૂરી હોય છે. જો આ વૃષ્ણ મુખ્ય શરીરમાં રહ્યા હોત તો તેમાં શુક્રાણુનુ નિર્માણ પણ થઇ શક્યુ ન હોત. જેથી કુદરતે પુરૂષોમાં આ થેલીની અલગ વ્યવસ્થા ગોઠવી દીધી છે. શુક્રાણુઓના નિર્માણમાં અનેક હાર્મોન્સની ભૂમિકા રહેલી હોય છે. આ હાર્મોનના કારણે વૃષણોમાં શુક્રાણુ બને છે.
ત્યારબાદ અનેક અન્ય ગ્રંથીના દ્રવ્યો સાથે તેમના સંપર્ક થાય છે. આવી રીતે તમામ ચીજોને મળીને સીમન બને છે. સ્પર્મ અથવા તો વીર્યમાં માત્ર શુક્રાણુનુ પ્રમાણ જ હોતુ નથી બલ્કે તેમાં અન્ય પદાર્થ રહે છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે માનવ શુક્રાણુઓ કોઇ ટેડપાલ અથવા તો દેડકાની ડેમ દેખાય છે. નરી આંખે તેને જાઇ શકાય તેમ નથી. તબીબો જ્યારે સંતાન વગરના દંપત્તિના પુરૂષોમાં શુક્રાણુની તપાસ કરે છે ત્યારે સંખ્યા, તેમના કદ, આકૃતિ અને અન્ય ચીજા પર ધ્યાન આપે છે. ત્યારબાદ ગુણવત્તાની પણ ચકાસણી કરે છે.