ગર્ભવતી મહિલાઓ માટે શરદ પૂનમના દિવસે વિશેષ ગરબાનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
અમદાવાદ : ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં જન્મ આપનાર માતાઓ માટે ડીવાઇન મધર ના ડો. અનુશ્રી શાહ (ગાયનેક ફીઝીઓથેરાપીસ્ટ અને ગર્ભસંસ્કાર ટ્રેઈનર) અને હોમ હેલ્થકેર ના ડો. નમ્રતા સોની દ્વારા શરદ પૂર્ણિમા ના દિવસે વિશેષ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગર્ભવતી માતાઓ અને નાના બાળકોને અનુલક્ષીને સંપૂર્ણ કાર્યક્રમ  ઓછી અને સુરક્ષીત અવાજની તીવ્રતા સાથે આયોજન કરવામાં આવ્યો છે.
24મી ઓક્ટોબર અને બુધવાર ના રોજ શરદ પૂર્ણિમા ના દિવસે સાંજે 8 થી 11 વાગ્યા દરમિયાન આંબાવાડી માં શ્રી જૈન વિશા ઓશવાળ ક્લબ આયોજિત ગરબા કાર્યક્રમ માં સમૂહ ગર્ભ પ્રાર્થના, ગર્ભ સંગીત પર ગરબા, મોમ અને બેબી ગરબા, ડેડી અને બેબી ગરબા વગેરે જેવા રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Share This Article