ભટિંડા-પંજાબ :પંજાબ પોલીસે ભટિંડાના એસપી ગુરવિંદર સિંહ સાંગા સામે મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે ગુરવિંદ સિંહ સાંગાને સસ્પેન્ડ કરી દીધા છે. પંજાબના ગૃહ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, ગત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પંજાબના ફિરદૌસપુરની મુલાકાત આવ્યા હતા. આ સમયે તેમની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ અંગે છેલ્લા દોઢ વર્ષથી તપાસ ચાલી રહી હતી અને હવે તે તપાસ બાદ તત્કાલિન એસપી ગુરવિંદર સિંહને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે પંજાબ પોલીસે મોટી કાર્યવાહી કરતા સાંગાને સસ્પેન્ડ કરી દીધો છે. સસ્પેંશન બાદ ડીજીપી પંજાબે આ મામલે રિપોર્ટ સોંપ્યો હતો.રિપોર્ટ અનુસાર એસપી ગુરવિંદર સિંહ સાંગા વિરુદ્ધ આ કાર્યવાહી ગૃહ વિભાગના સચિવ ગુરુ કૃપાલ સિંહના આદેશ આપ્યા બાદ શરુ કરવામાં આવી હતી ત્યારે તેમણે પોતાના આદેશમાં કહ્યું કે એસપી સાંગાએ ડીજીપી પંજાબની ઓફિસમાં રિપોર્ટ કરવો પડશે.. સાંગા હાલમાં પંજાબના ભટિંડાના એસપી પદ પર કામગીરી કરી રહ્યા છે. ત્યારે હવે સસ્પેન્ડ થયા બાદ તેણે ડીજીપી ઓફિસ પંજાબમાં રિપોર્ટ કરવો પડશે. તે પરવાનગી વગર ઓફિસની બહાર નીકળી શકશે નહીં. મતલબ કે હવે તેમનો સમય ડીજીપી ઓફિસમાં જ પસાર થશે. હવે તે ભટિંડા છોડીને તરત જ ડીજીપી ઓફિસ પહોંચશે અને ત્યાં સસ્પેન્શનનો સમયગાળો વિતાવશે. ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરવિંદર સિંહે પોતાની ફરજ નિભાવતી વખતે બેદરકારી દાખવી હતી, જેના કારણે વડાપ્રધાનની સુરક્ષામાં આટલી મોટી ભૂલ થઈ હતી. આ પછી, કાર્યવાહી કરીને ગુરવિંદર સિંહ, ડીએસપી પરસન સિંહ અને અન્ય ૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિએ તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને દોષિત ઠેરવ્યા હતા.. ઁસ્ મોદીનો કાફલો હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ ૩૦ કિલોમીટર દૂર ફિરોઝપુરના માર્ગ પર ફ્લાયઓવર પર લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી અટવાઈ ગયો હતો. ત્યાંના દેખાવકારોએ આગળનો રસ્તો રોકી દીધો હતો. તેને ‘વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ભૂલ’ ગણાવીને ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને ‘આ ભૂલની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા’ કહ્યું હતું. તે જ સમયે, ગૃહ મંત્રાલયે વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ખામીને ગંભીરતાથી લીધી હતી અને પંજાબ સરકાર પાસેથી વિગતવાર અહેવાલની માંગ કરી હતી. હવે પંજાબ પોલીસે આ મામલે કાર્યવાહી કરી અને બટિંડાના એસપીને સસ્પેન્ડ કરી દીધા.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more