ઉપરોક્ત રાગ થોડી ગંભીર પ્રકૃતિ ધરાવતો રાગ છે. આ રાગ માં બડે ખ્યાલ, છોટે ખ્યાલ, ધમાર, ધ્રુપદ, તરાના દરેક પ્રકારની શૈલી પ્રયોગી શકાય છે.
ઉસ્તાદ બડે ગુલામઅલી ખાં સાહેબ દ્વારા રાગ ભીમપલાસી પર મસ્ત બંદીશ કૃતિ સર્જી છે. બેગુન કાહે કરત હો.
ઉપરોક્ત રાગ બેઇઝડ ઘણી એવી દિલફાડ કૃતિઓ નું સર્જન થયું છે કે જાણે વર્ષાનું એક ટીપું જેઠ મહિનાના ઉકળાટ પછી તરસ્યા શરીર પર પડે અને જે આહલાદક અનુભૂતિ થાય. કઇંક એવું જ…..
પ્રેમમાં હંમેશા પાકટતા જ હોવી જોઈએ એવું જરૂરી નથી. બે વ્યક્તિ વચ્ચે જ્યારે વેવલેન્થ એક હોય ત્યારે કોઈ પ્રગાઢ અનુભૂતિ નું પદ્ય રચાતું હોય છે. આ ભાવો સમજવા માટે વ્હાલા કવિ પન્નાલાલ પટેલ ની કૃતિ મળેલા જીવ વાંચવી જ રહી. આવા સમયે કબીર ની પંક્તિઓ યાદ આવી જાય.
લિખાલીખી કઈ બાત નહીં, દેખાદેખી કઈ બાત,
દુલ્હા-દુલ્હન મિલ ગયે ફીકી પડી બારાત
કવિવર અદમ ટંકારવી તો અલગ શૈલી માં પોતાને રાજુ કરે છે.
સ્મરણ તારું છે સાતસોછ્યાસી,
યાદ તારી છે શ્રી ૧| જેવી.
મિત્રો, વિરહ વેદનાના આ તપ પછી મિલનની આવી ક્ષણો હંમેશા અવિસ્મરણીય જ રહેવાની.
મિત્રો, સંગીત અને પ્રેમનો સુખદ સમન્વય પોતાની એક આખી મધુશાલા રચે છે. આપણા દરેક રાગ પોતાની વિશિષ્ટ ઓળખ દ્વારા માનવ માત્ર જ નહીં પણ, સમગ્ર પૃથ્વીની જીવસૃષ્ટિના જીવોને પ્રસન્નતા બક્ષે છે. કવિવર કાલિદાસની કૃતિઓ એ બાબતે શ્રેષ્ઠ સાબિત થઈ છે.
કવિ કાલિદાસની કૃતિઓમાં ઉપરોક્ત વિષય સંલગ્ન સર્જન મેઘદૂતમમાં મનતૃપ્તિના સ્તર સુધી વ્યાખ્યાયિત કરેલું છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ શ્રી શામળ ભટ્ટને એવી જ એક અવિસ્મરણીય પદ્યકૃતિ ભોજપ્રબંધમાં પણ ઉલ્લેખ કર્યો છે કારણ કે, વિરહ વેદના પ્રગટ કરવામાં કાલિદાસની કલમ અજોડ જ કહી શકાય. તેથી જ શામળ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે,
ફૂલો માં ચંપો, નગરોમાં લંકા,
નદીઓમાં ગંગા, શ્રેષ્ઠ માનવોમાં રામ, રમણીઓમાં રંભા, દેવપુરુષોમાં વિષ્ણુ, કાવ્યોમાં કવિ માઘનું શિશુપાલ વધ અને કવિઓમાં કાલિદાસ શ્રેષ્ઠ કહી શકાય છે.
રાગ ભીમપલાસી કઇંક આવાજ સર્જનોનો સાક્ષી બન્યો છે. થોડી કૃતિઓ અહીં રજૂ કરૂં છું મિત્રો….
૧) ફિલ્મ મેરા સાયાનું ગીત નૈનો મેં બદરા છાયે બીજુરી સી ચમકે
૨) મૈને ચાંદ ઓર સિતારો કઈ તમન્ના કઈ થી
૩) ફિલ્મ નવ બહારનું ગીત એરી મેં તો પ્રેમ દિવાની મેરા દર્દ
૪) ફિલ્મ બાદશાહનું ગીત એ નિલે ગગન કે તલે
૫) ફિલ્મ દિલ સેનું ગીત એ અજનબી તું ભી કભી આવાઝ
૬) ફિલ્મ દાદાનું ગીત દિલ કે ટુકડે ટુકડે કરકે
૭) ફિલ્મ શર્મિલીનું ગીત ખીલ તે હે ગુલ યહાં, ખીલ કે બીખર ને કો
૮) ફિલ્મ પુકારનું કિસ્મત સે તુમ હમકો મિલે હો કૈસે છોડેંગે
૯) ફિલ્મ અનુપમાનું ગીત કુછ દિલ ને કહા ઐસી ભી બાતેં હોતી હે
૧૦) ફિલ્મ ક્રિમિનલનું ગીત તુમ મિલે દિલ ખીલે ઓર જીને કો કયા ચાહીએ
તો ચાલો મિત્રો રાગ ભીમપલાસી ની એક કૃતિ માણીએ….
આર્ટીકલ:-
મૌલિક સી. જોશી…
Movie/Album: शर्मीली (1971)
Music By: एस.डी.बर्मन
Lyrics By: नीरज
Performed By: किशोर कुमार, लता मंगेशकर
खिलते हैं गुल यहाँ, खिल के बिखरने को,
मिलते हैं दिल यहाँ, मिल के बिछड़ने को,
खिलते हैं गुल यहाँ…
कल रहे ना रहे, मौसम ये प्यार का,
कल रुके न रुके, डोला बहार का,
चार पल मिले जो आज, प्यार में गुज़ार दे,
खिलते हैं गुल यहाँ…
झीलों के होंठों पर, मेघों का राग है,
फूलों के सीने में, ठंडी-ठंडी आग है,
दिल के आइने में तू, ये समां उतार दे,
खिलते हैं गुल यहाँ…
प्यासा है दिल सनम, प्यासी ये रात है,
होंठों मे दबी-दबी, कोई मीठी बात है,
इन लम्हों पे आज तू, हर खुशी निसार दे,
खिलते हैं गुल यहाँ…