સૂરપત્રીઃ રાગ ગારા
બર્મનદાનું સંગીત હોય અને શૈલેન્દ્ર જીના શબ્દો હોય અને સાથે સદીઓ ના મહાન ગાયક રફી સાહેબનો ઘાટીલો સ્વર હોય પછી જે કૃતિનું સર્જન થાય એ સંઘેડા ઉતાર જ હોય મિત્રો.
ગાઈડ ફિલ્મના એ ગીત ના શબ્દો છે. “તેરે મેરે સપને અબ એક રંગ હૈ” રચના એ રાગ *ગારા પર આધારિત છે. જો કે ‘૬૦’ દાયકા માં બનેલી ગાઈડ ફિલ્મના બધા જ ગીતો એકથી એક ચડિયાતા હતા. આજના આધુનિક દૌરમા પણ એ Unforgettable and Nostalgia માં સરી જવાય એવા છે.
ખમાજ થાટના આ રાગમાં બન્ને ગાંધાર અને બન્ને નિશાદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જાતિ મુજબ આ રાગ સંપૂર્ણ કહેવાય છે. જોકે લોકધુનમાં ગારા રાગનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.
હમદોનો ફિલ્મનું ગીત જયદેવ દ્વારા સ્વરબદ્ધ કરાયેલું છે અને સાહિર ના શબ્દો દ્વારા રચાયેલું દાદરા તાલમાં લયબદ્ધ થયેલું ગીત કભી ખુદ પે કભી હાલત પે રોના આયા રફી સાહેબના કંઠે ગવાયેલ ચિરસ્મરણીય ગીતો પૈકીનું એક છે.
તદુપરાંત ફિલ્મ લાલપથ્થર નું એક ગીત જે હઝરત જયપુરી દ્વારા રચાયેલું શંકર જયકીશન દ્વારા સ્વરબદ્ધ કરાયેલું અને રફી સાહેબે ગાયેલું ઉનકે ખયાલ આયે તો આકર ચલે ગયે પણ ઉપરોક્ત ગારા રાગ પર આધારિત છે.
આ રાગ બેઇઝડ અન્ય રચનાઓ અહીં મુકું છું.
(૧) ગુંજ ઉઠી શહેનાઈનું ગીત જીવન મેં પિયા તેરા સાથ રહે
(૨) તીન દેવીયાં નું ગીત ઐસે તો ના દેખો કી હમકો નશા
(૩) મુગલ એ આઝમ નું ગીત મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે
(૪) કૌમુદી મુન્શી એ ગાયેલું અને નિનું મઝુમદાર દ્વારા સ્વરબદ્ધ કરાયેલી ગઝલ તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી ગયો પણ ગારા રાગ ની રચના છે.
પ્રખ્યાત નવલકથાકાર ર.વ.દેસાઈ દ્વારા એક અવિસ્મરણીય ઠુમરીની રચના થઈ હતી. જાઓ જાઓ જ્યાં રાત ગુજારી તથા એક ઉત્કૃષ્ટ ભજન ગગનો ના ઘૂંઘટ બોલ્યા તેમનાજ પુત્ર અક્ષય દેસાઈએ ઉપરોક્ત ગારા રાગ માં સ્વરબદ્ધ કરી છે.
આરોહ: સા રે ગા મા પ ધ નિ સા
અવરોહ: સા નિ ધ નિ (કોમળ) પ મ ગ (કોમળ) રે સા
વાદી: સા સંવાદી: પ
થાટ: ખમાજ જાતિ: સંપૂર્ણ
સમય: રાત્રી નો બીજો પ્રહર
તો ચાલો મિત્રો આ હ્રદયવલોણા ગારા રાગ ની એક રચના સાંભળીએ…
गीतकार : मजरूह सुलतानपुरी, गायक : मोहम्मद रफी, संगीतकार : सचिन देव बर्मन, चित्रपट : तीन देवियाँ (१९६५)
Lyricist : Majrooh Sultanpuri, Singer : Mohammad Rafi, Music Director : Sachin Dev Burman, Movie : Teen Devian (1965)
ऐसे तो न देखो, के हमको नशा हो जए
ख़ूबसूरत सी कोई हमसे ख़ता हो जाए (२)
ऐसे तो न देखो
तुम हमें रोको फिर भी हम ना रुकें
तुम कहो काफ़िर फिर भी ऐसे झुकें
क़दम-ए-नाज़ पे इक सजदा अदा हो जाये
ऐसे तो न देखो
यूँ न हो आँखे रहें काजल घोलें
बढ़ के बेखुदी हंसीं गेसू खोलें
खुल के फिर ज़ुल्फ़ें सियाह काली बला हो जाये
ऐसे तो न देखो
हम तो मस्ती में जाने क्या क्या कहें
लब-ए-नाज़ुक से ऐसा न हो तुम्हें
बेक़रारी का गिला हम से सिवा हो जाये
ऐसे तो न देखो
આર્ટિકલ By :
મૌલિક સી. જોશી.