સૂરપત્રીઃ રાગ ખમાજ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

* સૂરપત્રીઃ રાગ ખમાજ *

રાગ ખમાજ એ ઠુમરી અંગનો ફેમસ રાગ કહેવાય છે. ક્લાક્ષેત્રે આપણા દેશમાં લખનૌ એક આગવું સ્થાન ધરાવે છે.

ઠુમરીની માતા નું સ્થાન એ લખનૌ છે એવું કહીએ તો પણ ચાલે એમ ખરું. ઠુમરી અંગ ધરાવતા રાગો ના સ્વભાવ માં સેન્સ્યુઅલ ભાવ ઘણા અંશે જોવા મળે છે. જેમકે ફિલ્મ ઉમરાવજાન  ખૂબ લોકપ્રિય ગીત જે કર્ણપ્રિય પણ છે અને અવિસ્મરણીય પણ છે. જેના રચયિતા શહરયાર છે. તથા સ્વરબદ્ધ ખૈયામ દ્વારા કરવામાં આવેલું છે. આશાજીના કંઠે ગવાયેલું અને અભિનેત્રી રેખાએ પોતાની ઉત્તેજક, કામુક્તાસભર અદાઓ દ્વારા ગીતમાં પ્રાણ પૂર્યા છે.

રાગ ખમાજ એ કાનુડાના નિર્દોષ તોફાન જેવો નટખટ રાગ કહી શકાય. આપણા મન  દરેક ભાવો જે એક સ્થિતિ માંથી બીજી સ્થિતિમાં લઈ જતા હોય એ કળવામાં રાગ ખમાજ અગ્રેસર કહી શકાય.

જેમકે ફિલ્મ પરખનું ગીત ઓ સજના બરખા બહાર આયી પોતાના પિયુને ભાવસભર વ્હાલ માટે આમંત્રણ આપતી પ્રેમિકા દૃષ્ટિપાત થાય છે. જ્યારે ઉમર ખૈયામની એક રચના જે રુબાઈ સ્વરૂપે છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ શૂન્ય પાલનપૂરી એ કર્યો છે. એ તદ્દન અલગ ભાવ છે.

“જોતજોતામાં ઉડી ચાલ્યો બધો જોબનનો રંગ,
મનના મનમાં રહી ગયા, અફસોસ, વાસંતી, ઉમંગ;”

“ક્યારે આવીને ગયું કૈં એજ સમજાયું નહીં,
જિંદગીની કુંજમાં કલ્લોલતું યૌવન-વિહંગ.”

ઈશ્વરરૂપી આશીર્વાદ સમાં માનવજીવન ના ખજાનાને ક્યારેય કોઈ અંત હોતો નથી. માણસ પોતાની મૂઢતા ને લીધે જ તેનો લાભ ઉઠાવી શકતો નથી. જો કે મને તો કોઈવાર એવું લાગે કે,

હેન્રી ફોર્ડ દ્વારા કહેવામાં આવેલું વાક્ય ખરું છે. Life begin’s at forty. રાગ ખમાજ નો ફાળો ખરો એમાં….!

મુદ્દા પર આવીએ મિત્રો…

ઘણા સમય પહેલા ભારતીય સંગીત માં એક નવી શૈલી નો ઉદ્દભવ/આવિષ્કાર/જન્મ થયો. ઇન્ડિપોપ.

મારા મત મુજબ ઇન્ડિપોપ બેઇઝડ ગાયનો માત્ર કર્ણપ્રિય બને છે. અવિસ્મરણીય સંગીત કક્ષાએ તો નાજ કહી શકાય. તેમ છતાં અમુક આલ્બમને અવગણી શકાતા નથી.

ગુલઝારનું સનસેટ પોઇન્ટ સંદેશ શાંડિલ્યનું પિયા બસંતી શુભા મુદગલનું અબકે સાવન અદનાનનું કભી તો નઝર મિલાઓ કહી શકાય.

કભી તો નઝર મિલાઓમાં રાગ ખમાજ સાથે રાગ સારંગના સ્વરો પણ મિશ્ર છે. માટે તેને મિશ્ર ખમાજ પણ કહી શકાય. શુભા મુદગલ દ્વારા ગવાયેલું એક ગીત શીખો ના નૈનો કઈ ભાષા પિયા, કહે રહી તુમ સે એ ખામોશીયા જે રાગ ખમાજ બેઇઝડ છે.

ઉપરોક્ત રાગ બેઇઝડ થોડી રચના જુઓ.

૧) ફિલ્મ બુઢ્ઢા મિલ ગયાનું ગીત આયો કહાં સે ઘનશ્યામ
૨) ફિલ્મ અમરપ્રેમનું ગીત બડા નટખટ હે
૩) ફિલ્મ કાલાપાનીનું ગીત નઝર લાગી રાજા તોરે બંગલે પર
૪) મિર્ઝા ગાલિબ સિરિયલ મા જગજીત સિંહ દ્વારા ગવાયેલી 2 કૃતિ એ રાગ ખમાજ બેઇઝડ જ છે. હઝારો ખ્વાહિસે ઐસી કી.. અને કાસીદ કે આતે આતે
૫) નરસૈંયા દ્વાર રચિત ને પ્રિય બાપુનું ગમતીલું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પણ રાગ મિશ્ર ખમાજ દ્વારા સ્વરબદ્ધ થયેલું છે.
૬)  ફિલ્મ ગાઈડનું સદાબહાર ગીત પિયા તોસે નૈના લાગે રે પરોક્ત રાગ બેઇઝડ છે.
૭)  ફિલ્મ પુષ્પાંજલિનું ગીત શામ ઢલે જમુના કિનારે તદુપરાંત ફિલ્મ પરખનું ગીત ઓ સજના બરખા બહાર આઇ તથા ફિલ્મ મીરાનું ગીત મેરે તો ગિરધર ગોપાલ પણ રાગ ખમાજ પર આધારિત છે.

આરોહ   :- સામ, મપ, ધની સા
અવરોહ :- સાની, ધપ, મગ, રેસા
વાદી       :- ગંધાર
સંવાદી   :- નિષાદ
પ્રહર      :- રાત્રી નો બીજો પ્રહર

તો ચાલો મિત્રો રાગ ખમાજની એક કૃતિ માણીએ….

આર્ટીકલ:-
મૌલિક જોશી

फ़िल्म: परख / Parakh (1960)
गायक/गायिका: लता मंगेशकर
संगीतकार: सलिल चौधरी
गीतकार: शैलेंद्र सिंह
अदाकार: मोतीलाल, साधना, वसंत चौधरी

(ओ सजना, बरखा बहार आई रस की फुहार लाई, अँखियों मे प्यार लाई) – 2
ओ सजना तुमको पुकारे मेरे मन का पपिहरा – 2
मीठी मीठी अगनी में, जले मोरा जियरा 
ओ सजना…

(ऐसी रिमझिम में ओ साजन, प्यासे प्यासे मेरे नयन तेरे ही, ख्वाब में, खो गए) – 2
सांवली सलोनी घटा, जब जब छाई – 2
अँखियों में रैना गई, निन्दिया न आई
ओ सजना…

maulik joshi e1526128877887

Share This Article