* સૂરપત્રીઃ રાગ છાયાનટ *
કવિ શ્રી ધૂની માંડલિયાની એક પંક્તિ યાદ આવી ગઈ.
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે…
શબ્દો વાટે સંવેદનો રજૂ કરવા એય મહેનત માંગી લે એવું કાર્ય છે. પણ યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય રીતે શબ્દપ્રયોગ કરવો એ પણ એટલુંજ જરૂરી છે. જોકે આ બાબતેય ઘણો ગહન વિચાર માંગી લે છે. માણસે સહજ અને સરળ થઈ વર્તવાનું/વહેવાનું હોય છે. વહેવાને સરળ અર્થમાં નદી અને ઝરણાં સ્વરૂપે દ્રષ્ટિ સમક્ષ લઈ શકાય.
મિત્રો, એક બાબત એય છે કે, જે નજર ની સામે દ્રષ્ટિએ હોય તેની ખોજ ની શી જરૂર…?
જે સર્વત્ર હોય એને સંઘરી નો શકાય. તેનો સંગ્રહ શેનો…?
જે વિસ્તૃતિકરણને વરેલું છે, છલોછલ છે અને અવિરત વહેતુ રહેતું હોય એને સમજવું શું કે જાણવું શું…? માત્ર માણી જ શકાય. ઝરણાં નું તત્વજ્ઞાન કઇંક આવું જ સમજાવે છે.
ઝરણાંના પ્રારબ્ધમાં વહેવાનું લખ્યું હોય છે. આરંભથી લઈ ગંતવ્ય સુધી એ પોતાના સ્વભાવ ને વળગી રહે છે. આપણને એક નિશ્ચિત સંદેશો આપતું કે જીવન મળ્યુ છે તો એવું બિલકુલ જરૂરી નથી કે સપાટ જમીન જ મળે. ઉબડખાબડ ધરાને પાર કરતા જવું અને વિષાદને કોરાણે મૂકી ખળખળ વહી ને સ્વિકાર ભાવ સાથે ગંતવ્યમાં ભળી જવું.
મિત્રો, રાગ છાયાનટ પણ કઇંક આવી જ પ્રકૃતિને વરેલો રાગ છે.
ઉપરોક્ત રાગની પ્રકૃતિ જ કઇંક એવી કહી શકાય. આ રાગ બેઇઝડ કૃતિઓનું સર્જન પણ કઇંક એવું જ થયેલું છે.
ગાયક મન્નાડે દ્વારા ગવાયેલી કવ્વાલી તેરે નૈના તલાશ કરે જીશે જે ફિલ્મ તલાશ માં સમાવિષ્ટ હતી.
મજરૂહ દ્વારા રચિત ગીત અને એસ.ડી.બર્મન દ્વારા સ્વરબદ્ધ થયેલી આ કૃતિ રાગ છાયાનટ ની બેનમૂન રચના છે.
રાગ છાયાનટની અન્ય રચનાઓનું વિસ્તૃતિકરણ જોઈએ.
૧.) ફિલ્મ એક મુસાફિર એક હસીનાનું ગીત જે ઓ.પી. નૈયર દ્વારા સ્વરબદ્ધ કરેલું છે. હમકો તુમ્હારે ઇશ્ક ને કયા કયા ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
૨.) ફિલ્મ હમદોનોનું ગીત મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા છાયાનટ બેઇઝડ છે.
૩.) ફિલ્મ જિદ્દીનું ગીત ચંદા રે જા રે જા રે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે. એજ ફિલ્મનું ગીત ઝન ઝન ઝન પાયલ બાજે પણ રાગ છાયાનટની જ રચના છે.
૪.) ફિલ્મ ખૂબસૂરતનું ગીત પિયાબાવરી, પિયાબાવરી પણ ઉપરોકત રાગ બેઇઝડ છે.
૫.) ફિલ્મ કાલાપાનીનું ગીત હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે
૬.) ફિલ્મ જહાંઆરાનું ગીત બાદ મુદ્દત કી યે ઘડી આયી
ઉપરોક્ત રાગ એ છાયાનટ બેઇઝડ કૃતિઓ છે.
રાગ છાયાનટ એ કલ્યાણ થાટનો રાગ છે. તેમજ રાગ છાયાનટમાં માલવિકા કાનનની બંદીશ કર્ણપ્રિય છે.
તો ચાલો મિત્ર રાગ છાયાનટની કૃતિઓની મજા માણીએ….
આરોહ:- સા રે ગ મ પ ધ નિ સા
અવરોહ:- સા નિ ધ પ મ (તીવ્ર) પ ધ પ ગ મ રે સા
વાદી:- પ
સંવાદી:- રે
થાટ:- યમન/કલ્યાણ
જાતિ:- શાંડવ
પ્રહર:- રાત્રી નો બીજો પ્રહર
फिल्मः खूबसूरत (1980)
गायक/गायिकाः आशा भोंसले, अशोक कुमार
संगीतकारः आर. डी. बर्मन
गीतकारः गुलज़ार
कलाकारः अशोक कुमार, रेखा
नि स ग म नि ध प म ग रे स
नि स ग म नि ध प
पिया बाँवरी पिया बाँवरी
पिया बाँवरी पिया बाँवरी
पी कहाँ पी कहाँ
पिया पिया बोले रे
पिया बाँवरी पिया बाँवरी
पिया बाँवरी
ता धिक ता ता धिक ता
ता तिक ता ता धिक ता
थिरकत नन्दन बन छुम छननन
तछुम तछुम तक तीना तिरकत धा
लिये मंग सब सखा संग
मन में उमंग रचित स्वंग था
खेलत भुज मेलत लपट-झपट
राधा ललिता चन्द्रा
बलि दिये बोर रंग भोर सर भोर
बनवारी
मैं हारी जा-जा री – 3
डार-डार पिया फूलों की चादर बुनी
फूलों की चादर रंगों की झालर बुनी
डार-डार पिया फूलों की चादर बुनी
फूलों की चादर रंगों की झालर बुनी
भई बाँवरी हुई बाँवरी
बाँवरी हाँ हाँ
पिया बाँवरी पिया बाँवरी
पिया बाँवरी पिया बाँवरी…
काले-काले पिया सावन के बादल चुने
बादल चुन के आँखों में काजल घुले
काले-काले पिया सावन के बादल चुने
बादल चुन के आँखों में काजल घुले
हुई बाँवरी हुई साँवरी
हूँ हूँ हूँ
पिया बाँवरी पिया बाँवरी
पिया बाँवरी पिया बाँवरी…
આર્ટિકલ: મૌલિક સી. જોશી