* સૂરપત્રીઃરાગ બિહાગ *
સમય, કાળ, માહોલ કઇંક એવો બન્યો છે કે લોકો દુઃખ ને વધુ ગળે લગાડે છે. પોતાના જ જીવનને કાલિદાસની મુર્ખામી માફક વેડફી રહ્યા છે. કાલિદાસને તો બ્રહ્નજ્ઞાન થઈ ગયું હતું, પણ આપણે આ મૂઢ માનસિક અવસ્થામાંથી આપણી જાતને ક્યારે બહાર કાઢી શું…?
આજનો માનવી જીવન પાસેથી ખુદ શું ઈચ્છે છે એનો ખ્યાલ એને પોતાને જ નથી. ઈશ્વરે કુદરતને સર્જ ને માનવજાતને એક કલ્યાણકારી ભેટ આપી છે. પ્રકૃતિમાં ક્યાંય નિરાશા વ્યાપ્ત નથી. કોઈ પંખી ને નિરાશ જોયું…? કોઈ ફૂલની કળી ખીલ્યા વગર જ કરમાવા માંગતી હોય એવો દૃષ્ટિપાત થયો…? કોઈ ઝરણાએ ખળખળ વહેવાની ના પાડી…? સાગરે ક્યારેય નદીને પોતાની અંદર નહીં સમાવું/સ્વિકાર નહીં કરું એવું કહ્યું..? તો પછી સમગ્ર સૃષ્ટિ સ્વીકારભાવ સાથે જ તાદાત્મ્ય કેળવે છે તો માનવનેજ કેમ આટલો સમજાવવો પડે છે….?
પ્રકૃતિની વાત નીકળે ત્યારે પ્રેમતત્વ તો સામેલ જ હોય છે. આવા સમયે કવિ સદાનંદ રેગેની કૃતિ વણાક પરનો પાગલ ચંપો યાદ આવે છે.
શ્રાવનનો તડકો,
આજે કેવો સુખી છે !
ક્યારનોય તે આળોટે છે !
તારલાનું ફૂલ,
આજે કેવુ તૃપ્ત થયું છે
સ્વચ્છ સુંવાળી ઓઢણી આડેથી,
મસ્તીખોર કેવો હસે છે !
બધું જ એકદમ આજે કેવું છલકાય છે !
વર્ગમાં નવી છોકરી આવે,
એવું…..એવું લાગે છે…!
કવિઓના પોતાના વિશ્વો હોય છે. પોતાની સંવેદનાઓ અનુભવ સ્વરૂપે વિઠ્ઠલ, રૂકમણીથી જુડાસ સુધી અને ઉર્વશીથી મેકબેક સુધી ઠલવાતા હોય છે.
પ્રેમને વ્યાખ્યાયિત કરવા માટે એક જ શબ્દ સંલગ્ન થઈ રહે છે. સમર્પણ/સમર્પિત.
શું ભોગ ને પ્રેમ ગણવો…?
શું યોગ ને પ્રેમ ગણવો…?
ના….મારી સમજણ તો ત્યાગ નેજ પ્રેમ ગણે છે…
રાગ મારુ બિહાગ આ બધા જ પ્રશ્નોનો જવાબ છે મિત્રો.
આ રાગ ખુબજ મધુર અને સર્વાંગસુંદર રાગ છે. રાગ કલ્યાણ અને રાગ બિહાગના સંયોજનથી રાગ મારુ બિહાગનું સર્જન થયું છે. તો એ રાગ બેઇઝડ કૃતિઓ પણ એવી અવિસ્મરણીય જ હોવાની.
ફિલ્મી સંગીતમાં આ રાગ બેઇઝડ કેટલાક મસ્ત મજાના ગીતો સર્જાયા છે. થોડીક રચના અહીં આપ સૌને જણાવું છું.
૧) ફિલ્મ સૂરજનું ગીત ઇતના હે તુમ સે પ્યાર મુજે મેરે રાઝદાર જે હઝરત જયપુરીની રચના છે અને શંકર-જયકીશન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે સને રફી સાહેબ તથા સુમન કલ્યાણપુરીનો અવાજ છે.
૨) ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઈનું ગીત તેરે સુર ઓર મેરે ગીત જે વસંત દેસાઈ દ્વારા સ્વરબદ્ધ થયેલું અને રફી તથા લતાજીએ ગાયેલું છે.
૩) ફિલ્મ ઉમરાવજા નું ગીત યે કયા જગહ હે દોસ્તો ઉપરોક્ત રાગની રચના છે.
૪) ફિલ્મ આપકી કસમનું ગીત ઝિંદગી કે સફર મેં ગુઝર જાતેં હે જો મકામ પણ બિહાગ બેઇઝડ છે.
૫) ગીત તુમ તો પ્યાર હો સજના, મુજે તુમ સે પ્યારા ઓર ન કોઈ પણ ઉપરોક્ત રાગ બેઇઝડ સોંગ છે.
મિત્રો, સંગીત એ આપણને કુદરતે આપેલી એવી ભેટ છે જે માનવ જીવનમાં સર્જાતી અશાંતિ, દ્વંદ્વ, રાગ-દ્વેષ, કલહ, કંકાસ વગેરે માંથી ઉર્ધ્વ ગતિ કરવા પ્રેરે છે.
સંગીત એ ઈશ્વરને થતી પ્રાર્થના છે. જે શુભ છે. સુંદર છે અને સત્ય છે. માનવ મનમાં ઉઠતી નિરાશા, વાસના, આકાંક્ષા, બધુ જ સંગીત સાંભળતા ગલિત થઈ જાય છે. આસક્તિનું સમજો વિસર્જન જ થઈ જાય છે. પરમાત્માને પામવાનો ઉત્તમ માર્ગ એ સંગીત છે….
રાગ બિહાગ સાથે દાદરા તાલ અદ્દભુત કૃતિ…..
આ રાગ ખુબજ મધુર અને સર્વાંગસુંદર રાગ છે. રાગ કલ્યાણ અને રાગ બિહાગના સંયોજનથી રાગ મારુ બિહાગનું સર્જન થયું છે. તદુપરાંત, મને ખુબ ગમતા હિન્દી ચલચિત્રમાં મર્યાદિત યોગદાન આપી શકેલા અને શુદ્ધ હિન્દી ભાષા પ્રયોગથી સર્જન કરનારા કવિ ભરત વ્યાસની રચના માટે નિઃશબ્દ જ થઈ જવાય…..
તો ચાલો મિત્રો રાગ મારુ/બિહાગ ની મસ્ત મજાની રચના સાંભળીએ….
આરોહ. :- નિ (મંદ્ર) સા ગ મ પ નિ સા
અવરોહ :- સા નિ ધ પ મ (તીવ્ર) પ ગમ ગરે સા
વાદી. :- ગ સંવાદી :- નિ
જાતિ. :- ઓડવ-સંપૂર્ણ
થાટ. :- કલ્યાણ-બિલાવલ
પ્રહર. :- રાત્રી નો બીજો પ્રહર.
- આર્ટિકલ:- મૌલિક જોશી
Movie/Album: गूँज उठी शहनाई (1959)
Music By: वसंत देसाई
Lyrics By: भरत व्यास
Performed By: लता मंगेशकर
तेरे सुर और मेरे गीत,
दोनों मिल कर बनेगी प्रीत,
तेरे सुर और मेरे गीत…
धड़कन में तू है समाया हुआ,
खयालों में तू ही तू छाया हुआ,
दुनिया के मेले में लाखों मिले,
मगर तू ही तू दिल को भाया हुआ,
मैं तेरी जोगन तू मेरा मीत,
दोनों मिल कर बनेगी प्रीत.
तेरे सुर और मेरे गीत…
मुझको अगर भूल जाओगे तुम,
मुझसे अगर दूर जाओगे तुम,
मेरी मुहब्बत में तासीर है,
तो खींच के मेरे पास आओगे तुम,
देखो हमारी होगी जीत,
दोनो मिल कर बनेगी प्रीत,
तेरे सुर और मेरे गीत…