આ રાગ એ મારવા થાટ નો પ્રાચીન રાગ કહેવાય છે. જેમાં બન્ને મધ્યમ અને રિષભ કોમળનો પ્રયોગ થાય છે.
રાત્રીના અંતિમ પ્રહરે ગવાતો આ રાગ મુખ્ય રાગ તો નથી કિન્તુ સર્જનાત્મક તો ખરો જ. ઈશ્વરના સર્જનમાં ક્યાંય ઉણપ હોતી જ નથી. માનવીય સ્વભાવગત મર્યાદા એ સર્જનાત્મકતાને જોઈ શકતી નથી અને આખરે એજ સુષ્ટિના સર્જકથી ફરિયાદોનો ગોવર્ધન પર્વત ખડો કરી દે છે. વિષમતા અને અચરજ ત્યારે જ લાગે કે એ ગોવર્ધન પર્વત સમી પોતાની ફરિયાદોના નિવારણ માટે પણ એજ ગોવર્ધન પાસે યાચક બનીને જાય છે.
પ્રકૃતિતરફ જતા તમામ રસ્તાઓને નહીં ઓળખી શકનારો માનવ જીવ ક્યારેક દયનિય હાલતમાં જીવતો હોય છે. કુદરતને માણવા માટે ખિસકોલીનો ઉમળકો જોઈએ. વૃક્ષની ચેતનાના ધબકાર ઝીલવા એ સહેલું નથી. જો આજ ખિસકોલીનો ઉમળકો આપણને જો ચેતનાની ક્ષણે મળી જાય તો પછી આપણે આપના જ અહ્મ બ્રહ્માષ્મીમાંથી મુક્તિ મેળવી હળવા થઈ જશું.
આવું બધુ જ સમજવા છતાં માનવી અમુક ભૂલ, ગલતી, બેદરકારી કરતો/દાખવતો આવ્યો છે. સમજણ, સમર્પણ, પરિપક્વતા, સમજદારીના ક્યાંય વર્ગો ચાલતા નથી હોતા. એ સતત-અવિરત થતા સારા-નરસા અનુભવો થકી પાકટતા મેળવે છે અને અમુક નિશ્ચિત સમયે જ કેળવાય છે. ઉપરોક્ત તમામ બાબત સચ્ચાઈ/સત્યના પાયાને વળગી રહે તો જ એનું મુલતઃ મહત્વ ટકી શકે છે. સત્ય વગર તમે ગમે તેટલી ચતુરાઈ/ચપળતા ધરાવતા હો એ શૂન્ય જ રહેવાની. આજ ચતુરાઈ/ચપળતા જ્યારે વ્યક્તિત્વમાં નિખાલસતાપૂર્વક ઉજાગર થાય ત્યારે માનવપુષ્પ ખીલી ઉઠે.
એક ઉદાહરણથી સમજીએ. બરોડા (વડોદરા)માં સરદાર ભવનના ઉદઘાટન પ્રસંગે વિનોબાજી મુખ્ય અતિથિ હતા. એ સમયે કિશનસિંહ ચાવડાએ એમને એક પ્રશ્ન પૂછ્યો કે, ગાંધીજીએ તમને જ પ્રથમ સત્યાગ્રહી તરીકે કેમ પસંદ કર્યા છે..? ત્યારે વિનોબાજી એ પ્રત્યુત્તર આપેલો કે, પૂજ્ય બાપુ એ કદાચ મારું મ્હાયલુ જોયું નહીં હોય. મારામાં રહેલા માનવસહજ દોષો એમના ધ્યાનમાં ન આવ્યા હોય અને મને પસંદ કર્યો હોય. મિત્રો આ છે વ્યક્તિની નિખાલસતા… આ ભાવ સાથે જીવતા આવડે તો જીવનસંગીત થતા કોઈ રોકી જ ના શકે.
ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એટલું જ કે, રાગ ભટીયાર બેઇઝડ કઇંક એવાજ ગીતો સર્જાયા છે જે અવિસ્મરણીય બન્યા છે.
૨૦૦૫ માં રિલીઝ થયેલી ફિલ્મ વોટરનું ગીત નૈના નીર બહાયે રાગ ભટીયારની રચના છે. ફિલ્મ ઘર ઘર કઈ કહાનીનું ગીત જય નંદ લાલા જય જય ગોપાલા આજ રાગ આધારિત છે. તેમજ ફિલ્મ ગુંજ ઉઠી શહેનાઈનું એક ગીત જે આમીરખાં સાહેબે ગાયેલું છે નિસદીન બરસ રાત પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે… ૧૯૮૫ માં રિલીઝ થયેલી ફિલ્મ સૂર સંગમનું ગીત આયો પ્રભાત રાગ ભટીયાર બેઇઝડ છે.
તદુપરાંત ફિલ્મ ગૌતમ ગોવિંદાનું એક ગીત મને ખૂબ ગમે છે. એક ઋતુ આયે એક ઋતુ જાયે, મૌસમ બદલે ના પણ આજ રાગ બેઇઝડ ગીત છે. બીજી એક રચના જે સંગીતપ્રેમીઓ માટે તો અવિસ્મરણીય રહેવાની…
“पूरब से सूर्य उगा, फैला उजियारा ।
जागी हर दिशा-दिशा, जागा जग सारा।”
આરોહ : સાગમ પગ મધપ મ (તીવ્ર) ધ સા
અવરોહ : રે (મંદ્ર કોમળ) નિ ધપમ પગ રે (કોમળ) સા
વાદી : મ સંવાદી : સા
થાટ : મારવા. જાતિ : સંપૂર્ણ
સમય : રાત્રીનો અંતિમ પ્રહર
તો ચાલો મિત્રો રાગ ભટીયારને માન આપીને એક મસ્ત મજાની રચના માણીએ…
મૌલિક જોશી,
જૂનાગઢ.
फिल्म- गौतम गोविंदा
वर्ष 1979
संगीत निर्देशक – लक्षमीकांत प्यारेलाल
गायक – किशोर कुमार
गीतकार – आनंद बक्षी
एक ऋतू आये एक ऋतू जाए
मौसम बदले ना बदले नसीब
कौन जाता करू कौन उपाय
एक ऋतू आये
तक तक सूखे पत्ते आंखे तरस गयी
बादल तो न बरसे आंखे बरस गयी
बरस बरस दुःख बढ़ता जाए
एक ऋतू आये
प्यासी बंजर धरती किसका पेट भरे ओ
भूखे प्यासे बच्चे खेती कौन करे
मान की ममता नीर बहाए
एक ऋतू आये
प्यार ना करना नफ़रत करना सिख लिया
सब लोगो ने लड़ना मरना सिख लिया
इनको जीना कौन सिखाये
एक ऋतू आये…