સૂરપત્રીઃ સંલગ્ન રાગ

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

* સૂરપત્રીઃ સંલગ્ન રાગ *


મિત્રો,
આ સપ્તાહનો રાગ – સંલગ્ન રાગ છે.
રાગ યમન…
રાગ યમન કલ્યાણ…
રાગ શુદ્ધ કલ્યાણ…
રાગ શામ કલ્યાણ…

મિત્રો,
ઋતુઓમાં કઈ ઋતુ શ્રેષ્ઠ એ પ્રશ્ન કઠિન છે. તેમ છતાં કોઈ વ્યક્તિને જો તેના સંસ્મરણો યાદ કરાવીએ તો એ જરૂર એક યા બીજી રીતે વસંત ઋતુ સાથે સંકળાયેલા હશે. માટે જ વસંત ઋતુને ઋતુઓમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આવી જ ભાવના જ્યારે રાગ ચયનની બાબત આવે ત્યારે મનમાં ઉદ્દભવે છે. જો કે દરેક રાગ એ પોતાની એક આગવી શૈલી ધરાવે છે. આ સપ્તાહનો રાગ છે એ પોતાના જ કુળના અન્ય રાગો સાથે નજીવા અલગ ફેરફાર સાથે સર્જાયા છે.

રાગ કલ્યાણ પણ આપણા મન-મસ્તિષ્કમાં અને હૃદયના ધબકારા સાથે ઉદ્દભવતી લાગણી, સંવેદનાઓને બખૂબી રીતે દર્શાવી શકતો રાગ કહેવાય છે. આ રાગ અંતર્ગત સર્જાયેલા ગીતોને જોતા આપણે સમજી શકીએ કે શૃંગાર ભાવ હોય, વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઇ હોય કે પછી જીવન ફિલસૂફીને સમજાવતી કોઈ ઘટના હોય.

૧૯૭૬ ની સાલમાં એક ફિલ્મ આવેલી કિનારા. જેનું સંગીત આર.ડી.બર્મને આપેલું અને ગીતોનું સર્જન ગુલઝારની કલમે હતું. જેનું એક ગીત જે રાહ કલ્યાણ બેઇઝડ જ છે તે આ રાગને સ્પષ્ટ વ્યાખ્યાયિત કરે છે. નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા.

મિત્રો આજે આપણે અહીં માત્ર રાગ યમનકલ્યાણ ની અન્ય રચનાઓ જ નહીં જોઈએ પણ કલ્યાણ રાગ અંતર્ગત સર્જન પામેલ કૃતિઓને વાગોળશું…..

ફિલ્મ હમદોનોનું ગીત અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં, જે રફી સાહેબ અને લતાજીના કંઠે ગવાયેલુ છે. એવી જ રીતે સને ૧૯૫૮ માં રિલીઝ થયેલી એક ફિલ્મ પરવરીશનું એક ગીત જે મુકેશ જીએ ગાયેલું છે અને મ્યુઝીક દતારામનું હતું તથા હઝરત જયપુરી સાહેબની કલમના શબ્દો હતા જે પ્રેમી પોતાની પ્રેમિકા સાથે પોતાની માસૂમ ફરિયાદ કરતો હોય આંશુ ભરી હે યે જીવન કઈ રાહે, પણ કલ્યાણ નીજ રચના છે. ૧૯૬૧ માં આવેલી ફિલ સંજોગનું એક ગીત આવાજ કઇંક ભાવ ઉત્પન્ન કરે છે. સ્વર મુકેશનો છે અને સ્વરબદ્ધ રાજેન્દ્રકૃષ્ણએ કર્યું છે અને સંગીત મદનમોહનનું છે. ભૂલી હુઈ યાદો, મુજે ઇતના ના સતાઓ, તેમજ ગુજરાતની પોપ્યુલર નોવેલ જે ગો.મા.ત્રી એ લખેલી અને પછી તેના પર એક ફિલ્મ બની હતી સરસ્વતીચંદ્ર જેનું એક ગીત હજુય લોકમુખે રમતું રહે છે. ચંદન સા બદન, ચંચલ ચિતવન ધીરે સે તેરા એ મુસ્કાના, પણ કલ્યાણ પર આધારિત છે. તથા ૧૯૬૬ માં રિલીઝ થયેલી એક ફિલ્મ મમતાનું ગીત પણ આવી જ કઇંક સંવેદનાઓ રજૂ કરે છે. છુપાલો યું દિલ મૈ પ્યાર મેરા કે જૈસે મંદિર મેં લો દીયે કી, સંગીત રૌશનનું છે અને હેમંત કુમાર તથા લતા ના સ્વરે ગવાયેલુ છે.

સને ૧૯૪૪માં રિલીઝ થયેલી ફિલ્મ માય સિસ્ટરનું એક ગીત જે કે.એલ.સાયગલે ગાયેલું છે. દો નૈના મતવારે તિહારે, તથા ફિલ્મ જંગલીનું મારું અત્યંત પ્રિય ગીત જે રફી અને લતાજી એ ગાયેલું છે અને કલ્યાણજી આણંદજી એ સ્વરબદ્ધ કરેલું છે. અહેસાન તેરા હોગા મુજ પર દિલ ચાહતા હે વો, પણ રાગ કલ્યાણની જ રચના છે.

કઇંક કેટલીય રચનાઓ આ રાગ બેઇઝડ બની છે જે યાદ કરીએ તો આહ ને વાહ સિવાય કશુંજના નીકળે….

અર્વાચીન ગીતો માં….
1) આયે હો મેરી ઝિંદગી મેં તુમ બહાર બનકે,
2) પ્યાર મૈં હોતા હે ક્યાં જાદુ,
3) બડા દુઃખ દિના, તેરે લખન ને,
4) ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી,
5) મેરે હમસફર મેરે હમસફર મેરે પાસ આ મેરે પાસ આ,
6) સોચેંગે તુમ્હે પ્યાર કરેં કે નહીં,
ઉપરોક્ત રચનાઓ કલ્યાણ અંતર્ગત જ બનેલી છે.
7) ઇનહી લોગો ને લે લિયા દુપટ્ટા મેરા,
8) ઇસ મોડ સે જાતે હે કુછ શુસ્ક કદમ,
9) જા રે બદરા બૈરી જા,
10) જબ દીપ જલે આના, જબ શામ ઢલે જાના,
11) જીવન ડોર તુમ્હી સંગ બાંધી,
12) જિયા લે ગયો જી મોરા સાંવરિયા,

ઉપરોક્ત બધાજ ગીતો કલ્યાણ રાગ બેઇઝડ છે.

લતાજીનો નોન ફિલ્મી આલ્બમ ચલા વાહી દેશ નું એક ગીત છે, કેનું સંગ ખેલું હોલી, પણ કલ્યાણની જ રચના છે. તથા,
13) મન રે તું કાહે ન ધીર ધરે,
14) મૌસમ હે આશિકાના એ દિલ કહીં સે ઉનકો,
15) નવ કલ્પના નવ રૂપ સે રચના,
16) નિગાંહે મિલાને કો જી ચાહતા હે,
17) સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો તુમ કયા પાઓગે,
18) સારંગા તેરી યાદ મેં,
19) સુની જો ઉનકે આને કઈ આહટ,
20) તેરે હુશન કઈ કયા તારીફ કરું,
21) તુમ બિન જીવન કૈસે બીતા પૂછો મેરે દિલ સે,
22) તુમ ગગન કે ચંદ્રમાં હો મેં ધરા કઈ ધૂલ હું,
23) વો જબ યાદ આયે બહોત યાદ આયે,
24) વો શામ કુછ અજીબ થી,
25) ઝરા સી આહટ હોતી હે,
26) ઝિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત,

ઉપરોક્ત બધીજ રચનાઓ રાગ કલ્યાણ બેઝડ છે.

તો ચાલો મિત્રો આ રાગ ની એક કૃતિ અહીં માણીએ….


गीतकार : साहिर लुधियानवी, गायक : मोहम्मद रफी, संगीतकार : रोशन, चित्रपट : चित्रलेखा (१९६४) /

Lyricist : Sahir Ludhianvi, Singer : Mohammad Rafi, Music Director : Roshan, Movie : Chitralekha (1964)


मन रे तू काहे ना धीर धरे
ओ निर्मोही मोह ना जाने जिनका मोह करे
मन रे तू काहे ना धीर धरे

इस जीवन की चढ़ती ढलती
धुप को किस ने बांधा
रंग पे किस ने पहरे डाले
रूप को किस ने बांधा
काहे ये जाता करे
मन रे तू काहे ना धीर धरे

उतना ही उपकार समझ कोई
जितना साथ निभा दे
जनम मरण का मेल है सपना
ये सपना बिसरा दे
कोई ना संग मरे
मन रे तू काहे ना धीर धरे
ओ निर्मोही मोह ना जाने जिनका मोह करे
हो मन रे तू काहे ना धीर धरे


maulik joshi e1526128877887

Share This Article