* સૂરપત્રીઃ રાગ કલાવતી *
આ સપ્તાહનો રાગ છે. રાગ કલાવતી…
ઉપરોક્ત રાગ વિશે વિચારતા જ આપણા દેશની આઝાદીના સમય ની કેટકેટલીય અવિસ્મરણીય ઘટનાઓ નજર સમક્ષ આવી ઉભી રહે છે. આપણા કાઠિયાવાડના કવિવર અને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા શ્રી ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ યાદ આવ્યાં વગરનો રહે.
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ.
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ:
સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ!
અમારા યજ્ઞનો છેલ્લો બલિ : આમીન કે’જે!
ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે!
વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે!
અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે!
પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,
બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું.
– અમારાં આંસુડાં ને લોહીની ધારે ધુવેલું–
દુવા માગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઊભેલું.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.
આ શોર્ય કાવ્યનો કેટલો ઊંડો અને ગૂઢ ભાવાર્થ એ તો દરેક પંક્તિ વાંચતા આપણે અનુભવી શકીએ. યજ્ઞમાં અપાતી આહુતિ જે આપણે અંતિમ નૈવૈદ્ય કહીએ છીએ એ સફળ થાય એના માટે જે હૃદયના આંતરિક ભાવોને રજૂ કરતી આ સંઘેડાઉતાર કૃતિ આપણી અંદર દેશ ભક્તિ/ દેશ દાઝની એક અલગ જ લાગણી ઉત્પન્ન કરે છે.
આ પ્રકારની ભૂમિકા બાંધવા પાછળનો હેતુ એજ છે કે કલાવતી રાગ બેઇઝ જે કૃતિઓનું સર્જન થયું છે એમાં આ સંવેદનાઓ સતત અનુભવાય છે.
આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ, આપણા સૈનિકોના બલિદાનની કોઈ શાબ્દિક કિંમત હોય જ ના શકે કિન્તુ જ્યારે આપણને ખુદને એવું થાય કે મેં પોતે આ રાષ્ટ્ર માટે શું યોગદાન આપ્યું? ત્યારે એ વિચાર સંદર્ભે પણ
મિત્ર, ગોરા એન. ત્રિવેદીનું પુસ્તક The Civic Code વાંચી લેવું. સરહદ પર જઈને જ દેશ સેવા થાય એવું નથી હોતુ. દેશમાં રહીને પણ આપણી દેશ પ્રત્યેની મુલતઃ જવાબદારી નિભાવી જ શકીએ. આપણા બંધારણનો પ્રથમ શબ્દ We the people of India ઉચ્ચારણ કરતા જ ગર્વ થાય એ જરૂરી છે.
મિત્રો, આર્ટિકલના મુખ્ય ભાવાર્થ પર આવું છું….
કર્ણાટકી સંગીત પદ્ધતિના આ રાગમાં ઘણા હિન્દી ગીતોની રચના થઈ છે. ફિલ્મ સરફરોશનું ગીત જે સાંભળતાં જ આપણામાં એક જોશ-જુસ્સો ઉત્પન્ન થાય એ ગીત જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો ઉપરોક્ત રાગ બેઇઝ કૃતિ છે.
ભારતીય સંગીત એ ઉત્તર અને દક્ષિણ એમ બે સંગીત પદ્ધતિમાં વહેંચાયેલું છે. નામ ફેર સિવાય કોઈ મોટો ફેર નથી. દક્ષિણ સંગીત પદ્ધતિના ઘણા રાગો હવે ઉત્તર સંગીત મેથડ સાથે વણાઈ ગયા હોય એવું આપણે સમજી શકીએ છીએ. દક્ષિણમાં કર્ણાટકી સંગીત પદ્ધતિ બેઇઝ ઘણા રાગો છે. એ પૈકી કલાવતી એ ઉત્તમ કહી શકાય. અન્ય રચનાઓમાં….
ફિલ્મ હમ કિસી સે કમ નહીંની કવ્વાલી હૈ દુશ્મન દુશ્મન ઝમાના ગમ નહીં જેમાં મજરુહની કલમ છે સાથે આર.ડી.નું સંગીત અને રફી સાહેબ તથા આશાજીના મદહોશ કંઠે ઘડાયું છે.
૧૯૬૪માં બનેલી ક્લાસિક ફિલ્મ ચિત્રલેખાનું ગીત જે રૌશને સ્વરબદ્ધ કરેલું છે તથા સાહિરના શબ્દો અને આશા તથા ઉષાએ સંગાથે ગાયેલું છે. કાહે તરસાયે જીયરા પણ એજ રાગની કૃતિ છે. અન્ય રચનાઓમાં….
ફિલ્મ સુર સંગમનું ગીત મૈકા પિયા બુલાયે, અપને મંદિર મેં
ફિલ્મ બરસાત કી એક રાતની કવ્વાલી ના તો કાંરવા કી તલાશ હે તેમજ ફિલ્મ ખિલૌનાનું ગીત અગર દિલબર કઈ રુષવાઈ હમેં મંઝુર હો જાયે તથા ફિલ્મ ઉલઝનનું ગીત સુબહ ઓર શામ બસ કામ હી કામ તથા ફિલ્મ સ્વદેશનું ફેમસ ગીત યે તારા વો તારા હર તારા પણ રાગ કલાવતી બેઇઝડ સર્જન છે.
ફિલ્મ અનુરાધાનું ગીત હાયે રે વો દિન કયું ના આયે રે ગીત એ રાગ કલાવતી અને રાગ જનસંમોહિનીની મિક્ષ કૃતિ છે. પંડિત રવિ શંકરજી દક્ષિણમાંથી આ રાગને ઉપયોગમાં લાવ્યા હતા. જેનો સ્વભાવ રાગ કલાવતીને ખાસ્સો મળતો આવે છે.
આ બધીજ રચનાઓ ઉપરાંત મને અત્યંત પ્રિય એવું ગીત જે ફિલ્મ દિલ દિયા દર્દ લિયાનું છે. જે શકીલના શબ્દો છે અને નૌશાદજી દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને રફી સાહેબના કર્ણપ્રિય કંઠે ગવાયેલુ છે. કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં આ પણ બન્ને રાગની મિશ્રિત કૃતિ જ છે.
ગુજરાતી સંગીતમાં કલાવતીનો ઉપયોગ થયો હોય એવી કૃતિમાં, સુરેશ ગાંધી રચિત ઓ કાના ક્યાં તારી મોરલી વાગી તેમજ કિરીટ બારોટની એક કૃતિ બે ભીંતોના એક ખૂણે ચાલ આપણને ગોઠવીએ તથા હે જી વ્હાલા સાવ રે અધુરુ મારું આયખું તથા અનિલ જોશીની કલમ અને ઉદય મજુમદારે સ્વરબદ્ધ કરેલું ગીત પહેલા વરસાદનો છાંટો મુને વાગ્યો પણ કલાવતીની જ રચના છે….
તો ચાલો મિત્રો આજે આજ રાગ અંતર્ગત એક મસ્ત મજાનું ગીત સાંભળી લઈએ…
આરોહ: સા ગ પ ધનિ (કોમળ) સા
અવરોહ: સા નિ (કોમળ) ધપ ગ સા
વાદી: ગ
સંવાદી: ધ
જાતિ: ઓડવ
થાટ: ખમાજ
સમય: રાત્રી
Movie/Album: दिल दिया दर्द लिया (1966)
Music By: नौशाद अली
Lyrics By: शकील बदायुनी
Performed By: मो.रफ़ी
कोई सागर दिल को बहलाता नहीं
बेख़ुदी में भी करार आता नहीं
कोई सागर दिल को…
मैं कोई पत्थर नहीं इन्सान हूँ
कैसे कह दूं गम से घबराता नहीं
कोई सागर दिल को…
कल तो सब थे कारवाँ के साथ-साथ
आज कोई राह दिखलाता नहीं
कोई सागर दिल को…
ज़िन्दगी के आईने को तोड़ दो
इसमें अब कुछ भी नज़र आता नहीं
कोई सागर दिल को…