સંગીત પ્રેમીઓ માટે ખુશખબર. ખબરપત્રી લઈને આવી રહ્યું છે સંગીત અને સૂરનું નવુ નજરાણું. આજથી શરૂ થઈ રહી છે નવી કોલમ સૂરપત્રી. જેમાં આપ માણી શકશો…વિવિધ રાગ, તાલ અને સૂરની ગાથા. તે પણ નિષ્ણાંતોની કલમે
——–
પહાડ, સાગર, સરિતા, રણ, આકાશ, બધીજ કુદરતી રચનાઓ એ આહલાદક જ છે. ઉપરોક્ત રાગ ને યાદ કરતા મને ભારતમાં જ આવેલી મનગમતી અતિપ્રિય જગ્યા જ યાદ આવે. એ છે, કાશ્મીર…
कश्मीर के बारे में कहा गया है, “गर फिरदौस बर रूये ज़मी अस्त/ हमी अस्तो हमी अस्तो हमी अस्त” (धरती पर अगर कहीं स्वर्ग है, तो यहीं है, यहीं है, यही हैं)
રાગ પહાડી અત્યંત મધુર અને હ્રદયસ્પર્શી રાગ છે. સંગીતકારો નો અત્યંત પ્રિય રાગ છે. ઘણા ગીતો ની રચના રાગ પહાડી માં કરવામાં આવી છે. જેમકે, પ્રેમી પંખીડાઓ ને સ્પર્શતું તાજમહલ ફિલ્મનું ગીત, જે સાહિર દ્વારા રચિત અને રૌશન દ્વારા સ્વરબદ્ધ કરેલું તથા રફી-લતા એ કંઠસ્થ કરેલું જો વાદા કિયા વો નિભાના પડેગા રાગ પહાડી બેઇઝડ છે.
જૂની ફિલ્મોના કેટલાય ગીતો રાગ પહાડી માં રચાયેલા છે. જેમકે,
૧) ફિલ્મ રામ ઓર શ્યામ નું ગીત આજ કી રાત મેરે દિલ કી સલામી…
૨) ફિલ જ્વેલથીફ નું દિલ પુકારે આરે આરે…
૩) ફિલ્મ લોફર નું ગીત આજ મૌસમ બડા, બેઇમાન હે બડા…
૪) ફિલ્મ વક્ત નું “કૌન આયા કઈ નિગાહોં મેં ચમક જાગ ઉઠી”
૫) ફિલ્મ જવેલથીફ નું ગીત રુલાકે ગયા સપના મેરા….
૬) ચાંદની ફિલ્મ નું ગીત તેરે મેરે હોંઠો પે મીઠે મીઠે ગીત…
૭) ફિલ્મ વો કૌન થી નું ગીત લગ જા ગલે કઈ ફિર એ હંસી રાત…
જ્યારે મસ્તીભર્યા ગીતો ની રચના માય રાગ પહાડી મેદાન મારી જાય એવા અદ્ભૂત ગીતો બન્યા છે…
૧) કશ્મીર કી કલી નું, ઈશારો ઈશારો મેં દિલ…
૨) આરાધના નું કોરા કાગઝ થા એ મન મેરા
૩) કોહિનૂર નું દો સિતારો ક ઝમી પર હે
૪) વક્ત નું દિન હે બહાર કે તેરે મેરે ઈકરાર કે
૫) મિલન ફિલ્મ નું સાવન કા મહિના, પવન કરે શોર
૬) આપકી કસમ નું, કરવટેં બદલ તે રહે
૭) દુલારી ફિલ્મનું અત્યંત લોકપ્રિય ગીત, સુહાની રાત ઢલ ચુકી
૮) નુરી ફિલ્મનું આજ રે આજા રે ઓ મેરે દિલબર
રાગ પહાડી માં અમુક નટખટ ગીતોની પણ રચના થઈ છે. જેમકે,
૧) અનમોલ ઘડી ફિલ્મનું નૂરજહાં એ ગાયેલું જવાં હે મોહબ્બત હંસી હે જમાના
૨) પ્યાર કઈ જીત નું સુરૈયા એ ગાયેલું તેરે નૈનો ને ચોરી કિયા
૩) બ્રિન્દાવન કા કિશન કન્હૈયા સબ કી
અમેરિકા સ્થિત સંગીત શંશોધક અને સંગીતકાર હરેશ બક્ષી એ રાગ પહાડી ને પાર્વતી સંબોધન આપ્યું છે. પહાડોના દેવી પાર્વતી અને એ પરથી રાગ પહાડી.
ઉપરોક્ત રાગ પર એમનું એક બહુ મોટું સંશોધન છે. અમેરિકામાં કોઈપણ હળવા સંગીત, સુગમ સંગીત વિશે એક ફ્રેન્ચ શબ્દ ઝોનરે. જેના અનેક પ્રકારો છે. એ પૈકી * કન્ટ્રી મ્યુઝિક* નામનો એક પ્રકાર બહુ પ્રચલિત છે. ઝોનરેનાં આ કન્ટ્રી મ્યુઝિક ની લાખો સીડી નું વેચાણ ત્યાં થાય છે. એમના કહેવા મુજબ કન્ટ્રી મ્યુઝિક માં ઓછા માં ઓછા ૫૦ ગીતો રાગ પહાડી પર આધારિત છે. આ મ્યુઝિક ની કથાવસ્તુ એ પ્રેમ, વિરહ, મિલન, સામાજિક સમસ્યા ઇત્યાદિ હોય શકે છે. આ બહુ વિચારવાલાયક બાબત છે. કારણકે ભારતીય સંગીતના મૂળિયાં એ પાશ્ચાત્ય સંગીત સુધીય વિસ્તરેલા છે.
આપણું સંગીત એવું કહી ને સંગીત ને સીમિત દાયરામાં બાંધવાની વાત નથી કિન્તુ, આપણી ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરને ભલે આપણે નિરાકાર સમજીએ પરંતુ જ્યારે શ્રદ્ધા, આસ્થાનો ઉલ્લેખ થાય ત્યારે જે મૂર્તિ સ્વરૂપ ઈશ્વરને ભજીએ છીએ એ પણ, વીણા, ડમરું, મુરલી, જેવા અનેકોનેક વાદ્ય વગર જોવા નથી મળતા. આપણી વિદ્યા દેવી અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીના હાથમાં પણ પુસ્તક સંગે વીણા જોવા મળે છે.
ટૂંકમાં, કહેવાનો મુલતઃ ઉદેશ્ય એજ કે , વૈશ્વિક સ્તરે, દુનિયામાં કોઈપણખૂણે ઉપશાસ્ત્રીય હળવું સંગીત જે લોકપ્રિયતા ના શિખરો સર કરે છે એ અન્ય કોઈ નથી કરી શકતું. પછી એ ભારતીય ફિલ્મ સંગીત હોય કે ઉપરોક્ત ઉલ્લેખ કરેલ કન્ટ્રી મ્યુઝિક….
તો ચાલો મિત્રો, રાગ પહાડી બેઇઝડ એક મસ્ત મજાની કૃતિ સાંભળીએ…
રાગ પહાડી
Movie/Album: कश्मीर की कली (1964)
Music By: ओ.पी.नैय्यर
Lyrics By: एस.एच.बिहारी
Performed By: मो.रफ़ी, आशा भोंसले
इशारों इशारों में दिल लेने वाले
बता ये हुनर तूने सीखा कहाँ से
निगाहों निगाहों में जादू चलाना
मेरी जान सीखा है तुमने जहाँ से
मेरे दिल को तुम भा गए
मेरी क्या थी इस में खता
मुझे जिसने तड़पा दिया
यही थी वो ज़ालिम अदा
ये राँझा की बातें, ये मजनू के किस्से
अलग तो नहीं हैं मेरी दास्तां से
इशारों इशारों में दिल…
मुहब्बत जो करते हैं वो
मुहब्बत जताते नहीं
धड़कने अपने दिल की कभी
किसी को सुनाते नहीं
मज़ा क्या रहा जब की खुद कर दिया हो
मुहब्बत का इज़हार अपनी ज़ुबां से
निगाहों निगाहों में…
माना की जान-ए-जहां
लाखों में तुम एक हो
हमारी निगाहों की भी
कुछ तो मगर दाद दो
बहारों को भी नाज़ जिस फूल पर था
वही फूल हमने चुना गुलसितां से
इशारों इशारों में दिल…