રાગ બૈરાગી
કવિ સુ.દ.ની એક પંક્તિ છે.
‘કૃપાથી તારી, મા! દિવસ ઉગતો કાવ્ય થઇને;
તમારી ઈચ્છા એ ઉરની ધ્રુવપંક્તિ બની રહો !
પ્રાતઃકાળે જ્યારે પંખીઓનો કલરવ સંભળાતો હોય, પ્રભુના શ્યામલ સંતાનો સમા નાના ભૂલકાઓ શાળાએ જવા નીકળતા હોય, નભમાંથી આછા/પાતળા વાદળો ઝાંકળ સ્વરૂપે પર્ણો પર પોતાનું વ્હાલ ઠાલવતા હોય, અત્ર, તત્ર, સર્વત્ર તાજગી, શુદ્ધતા અને સાત્ત્વિકતા અનુભવાતી હોય ત્યારે પ્રકૃતિ જે રાગ છેડે એ સુર રાગ બૈરાગીનો હોઈ શકે.
મિત્રો, માણસ ખરેખર તો રેશનલ નહીં પણ મ્યુઝિકલ પ્રાણી કહેવાય છે આવું, કાલ પ્રિબ્રામ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું. પ્રકૃતિ સતત પોતાના સુર રેલાવતી જ રહે છે. તો સામે પક્ષે માનવીએ રેડિયો, ટીવી, માઇક, વાજિંત્રો, અવનવા ઓડીઓ ગેજેટ્સ, સીડી, પેન ડ્રાઈવ, મેમરીકાર્ડ, કેટકેટલાય માધ્યમો દ્વારા પોતાની સંવેદનાઓ ઠાલવવા માંગતો હોય છે. મિત્રો, મ્યુઝીક એ અનિચ્છીત વિચારોને આવતા રોકે છે. મ્યુઝીક એ ખુદમાંથી બેખુદ થવાનું મોટું માધ્યમ છે. જેમાં આ પ્રકારના રાગો ખૂબ મદદરૂપ થાય છે. પ્રભાતે વંદના કરાવતા રાગ બૈરાગીના સૂર માણસને એક રિવાઈટલ ગોળી જેવું જોમ ભરતા હોય છે.
રાગ બૈરાગી ને વ્યાખ્યાયિત કરવા માટે કવિવર કલાપી ની એક રચના જ પૂરતી છે.
રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!
ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!
જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે!
જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!
હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે,
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે!
આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને!
કલાપી…..
ઉપરોક્ત રાગ બેઇઝડ થોડા ગીતો ની ઝલક….
૧) ફિલ્મ પરદેશ નું ગીત એ મેરા ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા…
૨) ફિલ્મ ઉપકાર નું ગીત મેં એક રાજા હું તું એક રાની હે…
૩) ફિલ્મ બડે મિયાં છોટે મિયાં નું ગીત કિસી ડિસ્કો મેં જાએ કિસી હોટેલ મેં ખાંયે…
૪) ફિલ્મ એતબાર નું ડ્યુએટ સોંગ કિસી નજર કો તેરા ઇંતજાર…
૫) ફિલ્મ પરદે કે પીછે નું ગીત તેરે બિના જિયા જાયે ના…
૬) ભાવનગરના કલાકાર રસિકલાલ અંધારિયાએ ગાયેલી સર સરસ રાગ રે રસિક ગાઓ અને આમીરખાં સાહેબની મન સમરત નિસદિન તુમરો નામ એ રાગ બૈરાગીની અતિસુંદર બંદીશ છે.
તો ચાલો મિત્રો, ટાઢા પોરને આપણી નસો માં ભરી મન પ્રફુલ્લિત કરતા રાગ બૈરાગી ની એક રચના સાંભળીએ….
આર્ટિકલ:-
મૌલિક જોશી.
Movie/Album: परदेस (૧૯૯૭)
Music By: नदीम-श्रवण
Lyrics By: आनंद बक्षी
Performed By: हरिहरन, कविता कृष्णमूर्ति, शंकर महादेवन, आदित्य नारायण
लंदन देखा..
पैरिस देखा..
और देखा जापान,
माईकल देखा, एल्विस देखा..
सब देखा मेरी जान,
सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान,
दूसरा हिंदुस्तान..
ये दुनिया एक दुल्हन,
दुल्हन के माथे की बिंदिया,
ये मेरा इंडिया,
आई लव माई इंडिया..
जब छेड़ा मल्हार किसी ने,
झूमके सावन आया,
आग लगा दी पानी में जब,
दीपक राग सुनाया,
सात सुरों का संगम ये जीवन गीतों की माला,
हम अपने भगवान को भी कहते हैं बांसुरी वाला,
ये मेरा इंडिया…
पीहू-पीहू बोले पपीहा, कोयल कूहू-कूहू गाये,
हँसते, रोते, हमने जीवन के सब गीत बनाए,
ये सारी दुनिया अपने-अपने गीतों को गाये,
गीत वो गाओ जिससे इस मिटटी की खुश्बू आये,
आई लव माई इंडिया…
वतन मेरा इंडिया..
सजन मेरा इंडिया..
करम मेरा इंडिया..
धरम मेरा इंडिया..