વડોદરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ત્યાં વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યુ છે. દુકાન અને મકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટુ નુકસાન થયુ છે. નદીના પાણી ઘુસી જતા દુકાનો અને મકાન ખાલી કરાવાયા છે. ચાંદોદમાં આવેલા મંદિરમાં નદીના પાણી ઘુસી ગયા છે. ચાંદોદમાં ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના પાણી ગામમાં ઘુસ્યા છે. ચાંદોદ, ભીમપુરા, નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ચાંદોદમાં એક માળ સુધી દુકાનો મકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે. એક માળ સુધી પાણી ભરાતા લોકો જીવના જોખમે સ્થળાંત કરવા મજબૂર બન્યા છે. લોકોને જીવના જોખમે હોડીમાં લઇ જઇ રહ્યાં છે. તો ધોધમાર વરસાદના પગલે ઓરસગં અને નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more