એક પથદર્શક પહેલમાં ગ્રાહકોનો સહભાગ, ગ્રાહકોનો સંતોષ અને ગ્રાહકોની સંડોવણીની વાત આવે ત્યારે શ્કોડા ઓટો ઈન્ડિયા ક્રાંતિકારી છતાં મોજીલી ફેન્સ ઓફ શ્કોડા પહેલ શરૂ કરવા માટે સુસજ્જ છે. આ પ્રવૃત્તિ 6ઠ્ઠી ઓગસ્ટથી અમદાવાદમાં શરૂ કરવામાં આવી, જેમાં શ્કોડાના અનેક ગ્રાહકો અને ચાહકોને શ્કોટા ઓટો ઈન્ડિયાના મેનેજમેન્ટ સાથે ચર્ચાનું આદાનપ્રદાન કરવાનો મોકો મળ્યો હતો. ફેન્સ ઓફ શ્કોડા પહેલ થકી ઘણા બધા વધુ આવા શ્કોડાના ગ્રાહકો ઝુંબેશ, ઈવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચમાં ભાગ લઈ શકશે અને કંપનીના ટોચના મેનેજમેન્ટ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકશે.
આ પ્રોજેક્ટ પર બોલતાં શ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે જણાવ્યું હતું કે શ્કોડાના ચાહકો ઈન્ડિયા 2.0 અથવા કોઈ પણ શ્કોડા કારની જેમ જ મારા મનની નજીક છે. અને અમદાવાદ અમારા વેચાણ અને પશ્ચિમી પ્રદેશમાં અમારી બધી પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ છે. મને હંમેશાં અમારા ગ્રાહકો સાથે વાર્તાલાપ કરવાનું સારું લાગ્યું છે અને આ પ્રયાસ અમારી કાર જેમને ગમે તે અમારા ગ્રાહકો અને ચાહકો સાથે મારો સહભાગ અને સંડોવણીને ઓર વધારશે. હું માનું છું કે સંતુષ્ટ ગ્રાહકો અને ચાહક સમુદાયો જ સફળ બ્રાન્ડ અને આઈકોનિક વચ્ચે ફરક બનાવે છે. ફેન્સ ઓફ શ્કોડા અમારા નેટવર્ક વિસ્તરણ અને વધતા ગ્રાહક સંપર્કસ્થળ ઉપરાંત અમારા ગ્રાહકોની વધુ નજીક જવા માટે શ્કોડામાં અમારા બધાની રીત છે.
ફેન્સ ઓફ શ્કોડા અમદાવાદમાં શરૂ થઈ છે અને તે મુંબઈ, પુણે, જયપુર, ચંડીગઢ અને હૈદરાબાદ સહિત 11 અન્ય શહેરોમાં જશે. ગ્રાહક સહભાગ અને ગ્રાહક સંતોષ માટેની આ ક્રાંતિકારી પહેલ 2022માં વિક્રમી ત્રિમાસિક માર્ચ અને જૂન 2022માં શ્કોડા ઓટો ઈન્ડિયા માટે અમુક અતુલનીય સફળતા અને વિક્રમી વેચાણના બળ પર આવી છે, જેમાં 2022 પ્રથમ અર્ધવાર્ષિકની તુલનામાં કંપનીએ 2021ના વાર્ષિક વેચાણના આંકને પાર કર્યું અને દેશમાં 205થી વધુ ગ્રાહક સંપર્ક સ્થળ પાર કર્યાં છે.
વધુ માહિતી માટે સંપર્કઃ
સની અરોરા સૌરભ દેઢિયા
પ્રોડક્ટ અને બ્રાન્ડ કમ્યુનિકેશન્સ પ્રોડક્ટ અને બ્રાન્ડ કમ્યુનિકેશન્સ
T – +91 22 3313 7332 T – +91 22 3313 7046