સ્લાવિયાના ટોપ-ઓફ-ધ-લાઇન સ્ટાઇલ વેરિઅન્ટ પર આધારિત
- માત્ર 500ની મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ રહેશે
- 7 સ્પીડ ડીએસજી માટે 1.5 ટીએસઆઈ એન્જિન દ્વારા એક્સક્લુઝિવલી પાવર્ડ
- કાર કેન્ડી વ્હાઈટ, બ્રિલિયન્ટ સિલ્વર અને ટોર્નાડો રેડ કલર્સમાં ઉપલબ્ધ રહેશે
- ડ્યુઅલ ડેશ કેમેરા અને રૂફ ફોઈલ જેવા અનેક ફીચર્સ ધરાવે છે
- કિંમતમાં સમાન સ્ટાઇલ વેરિઅન્ટથી માત્ર રૂ. 30,000 જ વધુ
બે વર્ષમાં એક લાખના વેચાણની સિદ્ધિ હાંસલ કર્યા બાદ તેની પહેલી પ્રોડક્ટ એક્શનમાં સ્કોડા ઓટો ઈન્ડિયાએ તેની બેસ્ટ-સેલિંગ, ફાઇવ-સ્ટાર સેફ, ક્રેશ-ટેસ્ટેડ સેડાન સ્લાવિયા સ્ટાઇલ એડિશન રજૂ કરી છે. આ પ્રોડક્ટ અંગે સ્કોડા ઓટો ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર પીટર જનેબાએ જણાવ્યું હતું કે સ્લાવિયા સ્ટાઇલ એડિશન એ અમારા માનવંતા ગ્રાહકોને સાંભળવાનો અને અમારા ગ્રાહકોને ખૂબ જ એક્સક્લુઝિવ છતાં હાઇ વેલ્યુ પ્રોડક્ટ ઓફર કરવાનો અમારો વધુ એક પ્રયાસ છે. તે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે અને અમારા ખૂબ જ પસંદગીના ગ્રાહકો માટે છે. જોકે તે ભારતમાં અમારા 200થી વધુ સેલ્સ ટચપોઇન્ટ્સ પર એક્સેસીબલ રહેશે.
ઇક્વિપમેન્ટ
સ્ટઇલ એડિશન સ્લાવિયાની ટોપ-ઓફ-ધ-લાઇન સ્ટાઇલ વેરિયન્ટથી ઉપર રાખવામાં આવી છે. તે ડ્યુઅલ ડેશ કેમેરા જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ ધરાવે છે. તે બ્લેક્ડ-આઉટ બી-પિલ્લર્સ, બ્લેક મિરર કવર્સ અને બ્લેક રૂફ ફોઇલ પર એડિશન બેજ ધરાવે છે. અંદર ગ્રાહકોનું સ્વાગત એડિશન બેજ ધરાવતા સ્ટીયરિંગ સાથે સ્લાવિયા બ્રાન્ડેડ સ્કફ પ્લેટ સાથે થાય છે. કારમાંથી બહાર આવતા બ્રાન્ડ લોગો પ્રોજેક્શન સાથે એક પુડલ લેમ્પ જોવા મળે છે.
એક્સક્લુઝિવિટી
સ્કોડા ઓટો ઈન્ડિયા સ્લાવિયાની સ્ટાઇલ એડિશનના 500 યુનિટ્સ લોન્ચ કરશે. તમામ 500 યુનિટ્સ એક્સક્લુઝિવલી 7-સ્પીડ ડીએસજી ઓટોમેટિક ગીયરબોક્સ માટે 1.5 ટીએસઆઈ એન્જિન ધરાવશે. આ દરેક 500 કાર્સ કેન્ડી વ્હાઇટ કે બ્રિલિયન્ટ સિલ્વર કે ટોર્નેડો રેડ પેઇન્ટના વિકલ્પો ધરાવતી હશે કારણ કે આ શેડ્સ સ્લાવિયાના ઓઆરવીએમ અને રૂફ પર એક્સક્લુઝિવ બ્લેક એલિમેન્ટ્સ સાથે કોન્ટ્રાસ્ટ માટે ખાસ પસંદ કરવામાં આવ્યા છે. આ એડિશન તેની તમામ એક્સક્લુઝિવિટી અને એડિશનલ ફીચર્સ સાથે કિંમત સ્લાવિયા સેડાનના સમાન સ્ટાઇલ વેરિઅન્ટથી માત્ર રૂ. 30,000ના વાજબી પ્રિમિયમ પર રાખવામાં આવી છે.
સેફ્ટી
સ્લાવિયા સ્ટાઇલ એડિશન સ્લાવિયાની સેફ્ટીનો વારસો આગળ ધપાવે છે જે સ્ટાન્ડર્ડ છ એરબેગ્સ અને ગ્લોબલ એનસીએપીના નવા, કડક ટેસ્ટ પ્રોટોકોલ હેઠળ પુખ્તો અને બાળકોની સુરક્ષા માટેનું ફુલ ફાઇવ-સ્ટાર રેટિંગ ધરાવે છે. તે કારમાં બેસનાર પુખ્તો અને બાળકો માટે ફુલ્લી ક્રેશ-ટેસ્ટેડ ફાઇવ સ્ટાર રેટેડ કાર્સના કંપનીના ફ્લીટને વધુ લંબાવે છે.
મેડ-ફોર ઈન્ડિયા, રેડી ફોર ધ વર્લ્ડ
કુશાક એસયુવીની જેમ સ્લાવિયા સેડાન એમક્યુબી-એ0-આઈએન પ્લેટફોર્મ પર આધારિત છે જે ભારતીય માર્કેટ માટે જ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ઓછી મેઇન્ટેનન્સ કોસ્ટ, હાઇ લોકલાઇઝેશન અને સર્વિસ તથા સ્પેર્સ માટે ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમ પર ધ્યાન આપીને ભારત અને ઝેકની ટીમ્સ દ્વારા સંયુક્તપણે બનાવવામાં આવ્યું છે અને સાથેસાથે ડ્રાઇવિંગ ડાયનેમિક્સ તથા સેફ્ટી જેવા અનેક સ્કોડા ડીએનએની પરંપરાગત ક્વોલિટી જાળવી રાખવામાં આવી છે. કાર 95 ટકા સુધી લોકલાઇઝ્ડ છે અને 4 વર્ષ અથવા 1,00,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી તથા આઠ વર્ષ અથવા 1,50,000 કિમીની ઓપ્શનલ વોરંટી તથા અનેક મેઇન્ટેનન્સ તથા સર્વિસ પેકેજીસ સાથે આવે છે જેથી ઓનરશિપનો અનુભવ વધારી શકાય અને ગ્રાહકને ઓછો મેઇન્ટેનન્સ ખર્ચ મળે.
કિંમતઃ
મોડલ | એક્સ-શો રૂમ પ્રાઇઝ (રૂ.માં) |
1.5 ટીએસઆઈ ડીઆઈજી | |
સ્લાવિયા સ્ટાઇલ એડિશન | રૂ. 19,13,400/- |