મણિપુર વાયરલ વીડિયો મામલે છઠ્ઠો નરાધમ ઝડપાયો, લોકોની ફાંસીની સજાની માગ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મણિપુરમાં મહિલાઓને ર્નિવસ્ત્ર કરી રસ્તા પર પરેડ કરાવવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક સગીર સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને ખેંચતો જોવા મળ્યો હતો, પોલીસે તેને પણ પકડી લીધો છે. આરોપીઓને પકડવા માટે રાજ્યભરમાં પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારે મણિપુરની હાલત ખુબ જ ખરાબ છે અને આ હિંસાના ડરથી મિઝોરમમાંથી મેઇતેઈ સમુદાયના લોકો શેહર છોડી ભાગી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં મૈતેઈ સમુદાયના લોકો બે કુકી સમુદાયની મહિલાઓને નગ્ન કરી રસ્તા પર પરેડ કરવી હતી. તેમનું શોષણ કર્યુ હતુ જે ઘટનાનો વીડિયો વાયરલ થતા દેશ હચમચી ઉઠ્‌યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં લોકો ગુસ્સામાં છે. આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને ૧૧ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વાયરલ થયેલ વીડિયો એક મહિલા પૂર્વ સૈનિકની પત્ની છે. તે કારગિલ યુદ્ધમાં આસામ રેજિમેન્ટનો ભાગ હતો. મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે તેણે કારગીલમાં દેશને બચાવ્યો હતો પરંતુ તેની પત્નીને બચાવી શક્યા નથી. આ મામલામાં ૨૧ જૂને સૈકુલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ તેની બહેનને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. ટોળાએ મહિલા પર ગેંગરેપ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. ગુનેગારોને બક્ષવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું. આનાથી દેશ શર્મસાર છે. તે જ દિવસે મુખ્ય પ્રધાન એન.બિરેન સિંહે મીડિયાને અપીલ કરી કે આરોપીઓને ફાંસીની સજા પર વિચાર કરો. પીએમ મોદીએ પોતાના નિવેદનમાં કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જો ઘટના મણિપુરમાં બની હોત તો ખબર નહીં પીએમ શું બોલ્યા હોત. તેમણે કહ્યું કે મણિપુર આપણું રાજ્ય છે, પીએમએ ત્યાં જવું જોઈએ. દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલ મણિપુર જવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે કહ્યું કે મણિપુર સરકારે તેને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. માલીવાલની મણિપુરની મુલાકાત ૨૩ જુલાઈએ નક્કી કરવામાં આવી હતી અને તે ૩૦ જુલાઈ સુધી મણિપુરમાં જ હશે. ડીજીપીને લખેલા પત્રમાં તેણીએ જણાવ્યું હતું કે તે રાજ્યની મુલાકાત લેવા માંગે છે અને એક તથ્ય શોધ અહેવાલ રજૂ કરે છે. ગુરુવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. મણિપુરના ચુરાચંદપુરમાં ફરી એકવાર હિંસાની ઘટના સામે આવી છે. અહીં બે સમુદાયો વચ્ચે ગોળીબાર થયો હતો. આ પછી આ વિસ્તારમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ મણિપુરના લગભગ તમામ જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી છે. પહાડો અને ખીણોમાં ૧૨૫ ચેકપોઇન્ટ બનાવવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લગભગ ૪૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Share This Article