ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થશે : જાડેજા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: બિનનિવાસી ગુજરાત પ્રભાગમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે, કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૪ પહેલા માત્ર પાંચ પાસાપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ ગુજરાતને ૧૪ જેટલા પાસપોર્ટ કેન્દ્ર મળ્યા છે. ગુજરાતમાં બિનનિવાસી ભારતીયો-ગુજરાતીઓની તથા વિદેશ જવા માંગતા નાગરિકો-પરિવારોની વધુ સુવિધા માટે વિદેશ મંત્રાલયે નવા છ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ- કરવાની ગુજરાત સરકારની માંગ સ્વીકારી છે. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે હવે રાજ્યમાં કુલ ૨૫ પાસપોર્ટ સેવા કેન્દ્રો નાગરિકોની સુવિધા માટે કામ કરતા થયા છે. જે છ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ થવાના છે તેમાં ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બારડોલી અને અમરેલીનો સમાવેશ થાય છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરની ઉપÂસ્થતિમાં ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ આઉટ રીચ કોન્ફરન્સમાં તેમણે આ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રની ગુજરાતની માંગનો સાનુકુળ પ્રતિસાદ આપી સ્વીકાર કર્યો હતો. ભારત સરકારના વિદેશ મંત્રાલયે તાજેતરના વર્ષોમાં વિશ્વભરના દેશોમાં વસતા ભારતીય સમુદાયો અને બિનનિવાસી ભારતીયોની રક્ષા તેમજ કલ્યાણ સંદર્ભે અનેક નવીનતમ પહેલરુપ કાર્ય યોજનાઓ શરૂ કરી છે.

સિટિઝન સેન્ટ્રીક એપ્રોચ સાથે શરૂ કરવામાં આવેલી આ કાર્યયોજનાઓ અંતર્ગત ભારતના વિવિધ રાજ્યોના વિદેશોમાં વસતા નાગરિકો-પરિવારો સંદર્બમાં તેણ પણ આવી યોજનાઓથી સુપેરે માહિતગાર કરવા વિદેશ સંપર્ક અંતર્ગત સ્ટેટ આઉટ રીચ પ્રોગ્રામ રાજ્ય સરકારના પરામર્શમાં વિદેશ મંત્રાલયે શરૂ કર્યો છે.

Share This Article