અમદાવાદ : કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિસ અથવા તો હાર્ટ સાથે સંબંધિત બિમારીના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કાર્ડિયોવેસ્ક્યુલરની દવાઓના વેચાણમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. ભારતભરમાં કાર્ડિયોક દવાના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાઈ ગયો છે. વેચાણનો આંકડો બે આંકડામાં પહોંચી ગયો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દરેક ત્રિમાસિક ગાળામાં આંકડામાં ઉલ્લેખનીય વધારો થયો છે. જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળામાં ગ્રોથરેટ ૧૪.૮ ટકાની આસપાસનો રહ્યો છે. બે આંકડામાં ગ્રોથ ૨૦૧૯-૨૦માં જારી રહ્યો છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. સાથે સાથે ચિંતા પણ વધી ગઈ છે.
આધુનિક ભાગદોડની લાઇફમાં હાર્ટ સાથે સંબંધિત તકલીફોમાં નોંધપાત્રરીતે વધારો થઇ રહ્યો છે. એપ્રિલ મહિનામાં કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓના વેચાણમાં ૧૩.૨ ટકા સુધીનો વધારો થતાં આંકડો ૧૪૯૨ કરોડ સુધી પહોંચી ગયો છે. ઓલ ઇÂન્ડયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટની માર્કેટ રિસર્ચ પાંખ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં એકંદરે વેચાણનો આંકડો ૧૬૫૨૩ કરોડ સુધીનો પહોંચી ગયો છે. કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓના વેચાણમાં અવિરત વધારાથી સ્પષ્ટપણે કહી શકાય છે કે, આ પ્રકારના રોગના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઝડપી શહેરીકરણના પરિણામ સ્વરુપે અસ્વસ્થ લાઇફસ્ટાઇલ લોકો અપનાવી રહ્યા છે જેના લીધે જંકફુડના વપરાશમાં વધારો થયો છે. નિયમિતરીતે લોકો કસરત કરી રહ્યા નથી જેના પરિણામ સ્વરુપે કાર્ડિયોવેસ્ક્યુલર રોગના કિસ્સા વધી ગયા છે. જા કે, બીજી બાજુ વધુ સારી સારવારની સુવિધા અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગને શોધી કાઢવાની નવી પદ્ધતિઓ પણ આવી છે. ગુજરાતમાં પણ વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે જે આંકડા પરથી સાબિત થાય છે.