જીવરાજ પાર્ક બાદ શ્યામલ ઉપર ભુવો પડતા શ્યામલથી પ્રહલાદનગર જવાનો રસ્તો બંધ ઃ લોકોમાં ભારે નારાજગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઅમદાવાદ શહેરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ અમદાવાદ શહેરમાં બ્રેકની સ્થિતિ રહી હતી. જો કે શહેરમાં હળવા વરસાદી ઝાપટા જારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી બાજુ અમદાવાદ શહેર જીવરાજ પાર્ક ખાતે મોટો ભુવો પડ્યા બાદ શ્યામલ ચાર રસ્તા નજીક પણ બપોરના ગાળામાં એકાએક મોટો ભુવો પડી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓના ભાગદોડ મચી ગઈ હતી.

તંત્રના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતાઅને જરૂરી કામગીરી હાથ ધરી હતી. આ ભુવો પડવાના કારણે શ્યામલથી પ્રહલાદનગર તરફ જવાના રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. હાલમાં જ પડેલા ભારે વરસાદના કારણે તંત્રની પોલ હાલમાં જ ખુલી ગઈ હતી.

બીજી બાજુ હાલમાં ચાલી રહેલા મેટ્રોના ચાલી રહેલા કામના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. કોરીડોરના માર્ગમાં કોઇપણ પ્રકારથી પાણી ન ભરાઈ જાય તેની ખાતરી કરવા મેટ્રો રુટ ઉપર જરૂરી પગલા લેવા માટે કોર્પોરેશન દ્વારા મેટ્રો લિંક એક્સપ્રેસના સત્તાવાળાઓને અપીલ કરવામાં આવી છે. મેટ્રો ટીમ દ્વારા પણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે, કારણ કે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે.

ભુવા પડવાની સમસ્યા યથાવતરીતે અકબંધ રહી છે. આઈએમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં છુટો છવાયો વરસાદ જારી રહેશે. અમદાવાદમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ વચ્ચે આજે મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે સંપૂર્ણ બ્રેકની સ્થિતિ રહી હોવા છતાં વરસાદી વાદળા હોવાથી ઠંડક રહી હતી. વરસાદી માહોલ વચ્ચે શ્યામલ ચાર રસ્તા પર પડેલા ભુવાને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Share This Article