હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી ૧૬મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. માંજલપુર ઈવા મોલ ખાતે યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સાથે શ્રી કૃષ્ણ ભક્તો સહીત વિશેષ મેહમાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ભાજપ પ્રમુખ ડૉ. જય પ્રકાશ સોની, ભાજપ કોર્પોરેટરો અને ટીમ સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવ્યા અને ઉજવણીમાં સક્રિયપણે ભાગ લીધો, જેનાથી કાર્યક્રમની ભવ્યતામાં વધારો થયો. મહાનુભાવો ઉત્સવ અને આધ્યાત્મિક વાતાવરણનો આનંદ માણતા જોવા મળ્યા.
ઉજવણીમાં ઇવા મોલમાં ભગવાન શ્રી કૃષ્ણની પાલખીનું ભવ્ય સ્વાગત પણ સામેલ હતું, જેમાં ભક્તો ફ્લોર પર આનંદથી નૃત્ય કરી રહ્યા હતા. આ ઉપસ્થિત બધા માટે ઊંડા આધ્યાત્મિક જોડાણનો ક્ષણ હતો
આ પ્રસંગે મહા અભિષેક, ઝૂલન ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે “ હરે કૃષ્ણ હરે રામ ,રામ રામ હરે કૃષ્ણ “ ના નાદ સાથે ઈવા મોલ પરિસર ગુંજી ઉઠ્યું હતું. વિવિધ કાર્યકમો ને માણી ઉપસ્થિત સોં કોઈ મંત્રમુગ્ધ થયા હતા.