ગુજરાતની શ્રેષ્ઠ કલાત્મક બેકરી શોઝો બેકર્સે અમદાવાદમાં તેમના પ્રથમ આઉટલેટનો પ્રારંભ કર્યો છે. શોઝો બેકર્સ વિશ્વસ્તરીય બેક્ડ વાનગીઓની શ્રેણી તૈયાર કરે છે તથા તે પહેલેથી જ વડોદરામાં તેની કામગીરી ધરાવે છે.
શોઝો બેકર્સે વડોદરામાં સ્વાદિષ્ટ એગલેસ બ્રેડ, કૂકીઝ, કેક, બાબકાઝ, ગેલેટ્સ અને પાઇ સહિતની વિશાળ શ્રેણીની રજૂઆત કરીને વિશિષ્ટ બેક્ડ કન્ફેક્શનની પર્યાય બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. હવે તેણે અમદાવાદમાં પ્રથમવાર 100 ટકા એગલેસ અને વિશ્વસનીય બાબકાઝ, ગેલેટ્સ, ડેનિશ, કફિન અને ચાલ્લાહ તેમજ બીજી સ્વાદિષ્ટ વાનગીઓ તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રીઓમાંથી તૈયાર કકરાયેલ સેવરી બેક્ડ ડિલાઇટ્સની શ્રેણી રજૂ કરી છે.
શોઝો બેકર્સના સ્થાપક ચાર્મી દવેએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતના પ્રથમ વિશ્વસનીય કલાત્મક બેકરી છીએ અને અમદાવાદમાં બોડકદેવમાં અમારું પ્રથમ આઉટલેટ શરૂ કરતાં ઉત્સાહિત છીએ. અમારી 100 ટકા એગલેસ બેક્ડ ડિલાઇટ્સ ચાહકોને રોમાંચિત કરશે તથા બેક્ડ વાનગીઓનો યાદગાર અનુભવ પ્રદાન કરશે. અમને વિશ્વાસ છે કે જેવો પ્રેમ અમને વડોદરામાંથી મળ્યો છે, તેવો જ પ્રેમ અમદાવાદમાંથી પણ મળશે.
રચનાત્મકતા, ફ્લેવર અને ફાઇનનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં શોઝો બેકર્સની વિશ્વસ્તરીય બેક્ડ ડિલાઇટ્સ તેની વિશિષ્ટતા હોવાની સાથે-સાથે તેનું વાતાવરણ પણ આઉટલેટને બીજાથી અનોખું બનાવે છે.
ચાર્મી દવેએ ઉમેર્યું હતું કે, અમારું આઉટલેટ ગ્રાહકોને ઘર જેવી જ અનુભૂતિ કરાવવા માટે ડિઝાઇન કરાયું છે. તેઓ અમારા આઉટલેટની મુલાકાત લઇને પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકશે તથા સકારાત્મક માહોલમાં ખરા અર્થમાં સ્વાદિષ્ટ વાનગીઓનો લુપ્ત ઉઠાવી શકશે.
શોઝો બેકર્સે મૂળ મેસ્સી બાઉલ્સ (મેગીવાલા) તરીકે વડોદરામાં એક ક્લાઉડ આધારિત બેકરી તરીકે કામગીરીની શરૂઆથ કરી હતી, જે તેના પ્રથમ આઉટલેટના લોંચ પહેલાં ગ્રાહકોને ઘરે તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ અને તાજી વાનગીઓ પૂરી પાડતી હતી. તેણે સમગ્ર ભારતમાં 22 શાખાઓ શરૂ કરી હતી, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે તેમને આઉટલેટ્સ બંધ કરવાની ફરજ પડી હતી.
ચાર્મી દવેએ જણાવ્યું હતું કે, મહામારીની શરૂઆત સમયે મેં ઉદ્યોગસાહસિકતાનો પ્રારંભ કર્યો હતો. તેનાથી મારા જીવનના તમામ પાસાંઓ બદલાઇ ગયાં હતાં, પરંતુ મેં શાંત મને શું થઇ રહ્યું છે, તેનો વિચાર કર્યો અને પછી મને ખ્યાલ આવ્યો હતો કે પીછેહઠ જીવનનો એક હિસ્સો છે. મેં નક્કી કર્યું કે હું પીછેહઠ નહીં કરું અને સકારાત્મક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. શોઝો બેકર્સ સકારાત્મક વિચારધારાનો પુરાવો છે અને બ્રેડની દરેક બાઇટ ગ્રાહકોને બેજોડ અનુભવ કરાવશે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more